Sat,20 April 2024,5:54 pm
Print
header

છેલ્લી સેલ્ફી....કેનાલ પર આવજોની સેલ્ફી કાયમ માટેની વિદાય બની ગઇ, જાણો શું છે કિસ્સો ?

સુરેન્દ્રનગરઃ જિલ્લાની ધ્રાંગધ્રા કેનાલમાં બે યુવાનો માછલીને ખાવાનું નાખતા સમયે મોબાઇલમાં સેલ્ફી લેતા હતા.તે સમયે યુવકો કેનાલમાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે બીજો લાપત્તા છે. બે યુવકો કેનાલમાં ડૂબવા લાગતા અન્ય એક યુવકે બૂમાબૂમ કરતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડે યુવકોની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે એક યુવક લાપત્તા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકાના નવલગઢમાં નર્મદા કેનાલમાં બે પરપ્રાંતીય મિત્રો કેનાલ પાસે માછલીઓને ખાવાનું નાખતા સમયે સેલ્ફી લેતા હતા મજાક-મજાકમાં કેનાલમાં પડ્યા હતા. આ ઘટના સમયે ત્રણ મિત્રો કેનાલ પાસે સેલ્ફી સાથે વીડિયો બનાવી રહ્યા હતા, આ સમયે પગ લપસી પડતા બે મિત્રો કેનાલમાં ખાબક્યા હતા. ત્રીજો મિત્ર પણ તેમની સાથે હતો, તેણે બૂમા બૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેમને ફાયરની ટીમ અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. કેનાલમાં ડુબનાર એક યુવકનું નામ વિક્રમ સજ્જનરામ મેગવાન (ઉ.વ 23) છે. બીજાનું નામ જ્યોતિ સજ્જનરામ મેગવાન (ઉ.વ 22) છે. બે દિવસ પહેલા જ અક્ષર એગ્રો, નવલગઢ કંપનીમાં નોકરી લાગ્યા હતા. ત્યારે આ ઘટના બાદ તેમના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch