Fri,26 April 2024,2:29 am
Print
header

નિષ્ફળ તંત્ર, ધોરાજીમાં વેન્ટિલેટર ન મળતા 55 વર્ષીય વૃદ્ધનું મોત

રાજકોટઃ કોરોનાના વધારે કેસોને કારણે દર્દીઓના મોત થઇ રહ્યાં છે હોસ્પિટલોમાં ઓક્સીજન, વેન્ટિલેટર અને પુરતા બેડ ન હોવાથી હજારો દર્દીઓ હેરાન થઇ રહ્યાં છે આ બધાની વચ્ચે ધોરાજીમાં હોસ્પિટલમાં વેન્ટિલેટર ન મળતા એક વૃદ્ધનું મોત થઇ ગયું છે. ધોરાજીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે આ બનાવ બન્યો છે.
 
ધોરાજીના સ્ટેશન રોડ પર રવિ કિરણ એપાર્ટેમેન્ટમાં રહેતા રાજુભાઇ જોગી નામના 55 વર્ષીય વૃદ્ધને 7 દિવસ પહેલા કોરોના થયો હતો. બાદમાં ઓક્સીજન લેવલ ઘટતા તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ ગત રાત્રીએ વેન્ટિલેટરની જરુરીયાત થતા તેમના પાડોશીઓથી માંડીને સગાઓએ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવા દોડધામ કરી હતી. પરંતુ સરકારી હોસ્પિટલના તબીબોએ હાથ ઉંચા કરી દીધા હતા. છેવટે રાજુભાઇ જોગીએ જીવ ગુમાવ્યો છે. આ માત્ર એક કિસ્સો નથી પણ સરકારની બેદરકારીને કારણે થયેલુ મોત કહી શકાય છે. ગઇરાલે કોંગ્રેસના નેતાઓએ છ પાનાનો પત્ર લખીને ગ્રામ્ય અને તાલુકા સ્તરે કથળી રહેલી સ્થિતિ અંગે જાણ કરી હતી. જેમાં તાલુકા સ્તરે વેન્ટિલેટરના અભાવનો પણ મુદ્દો હતો. આમ વિજય રુપાણી સરકાર જો આ રીતે સતત બેદરકારી દાખવતી રહેશે તો રાજ્યમાં મોતનો આંકડો હજુ વધશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch