મુંબઇઃ સાઉથના ફેમસ એક્ટર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા 18 વર્ષ પછી અલગ થઈ ગયા છે. બંને સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના સંબંધો તૂટવાની માહિતી આપી છે. ધનુષ અને ઐશ્વર્યાને દક્ષિણનું પાવરફૂલ કપલ માનવામાં આવતું હતું.આ સમાચાર સામે આવ્યાં પછી બંનેના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.
ધનુષે છૂટાછેડા વિશે સોશિયલ મીડિયા પર લખ્યું છે અમે મિત્રતા, દંપતી, માતાપિતા અને એકબીજાના શુભેચ્છકો તરીકે 18 વર્ષથી વૃદ્ધિ, સમજણ અને ભાગીદારીનો લાંબો રસ્તો કાઢ્યો છે.આજે આપણે જ્યાં ઉભા છીએ, ત્યાંથી આપણા રસ્તા અલગ થઈ રહ્યાં છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે.આપણે આપણી જાતને વધુ સારી રીતે સમજવા માટે સમય આપવા માંગીએ છીએ. અમારા નિર્ણયનો આદર કરો અને અમારી ગોપનીયતાનો આદર કરો.
ઇન્સ્ટાગ્રામ પર આવી જ એક પોસ્ટ શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું- કેપ્શનની જરૂર નથી... બસ તમારી સમજ અને તમારો પ્રેમ !
ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા.તેમના બાળકોના નામ યાત્રા અને લિંગ છે. ધનુષે ઐશ્વર્યાના નિર્દેશનમાં બનેલી ડેબ્યૂ ફિલ્મ '3'માં કામ કર્યું છે. આ ફિલ્મનું ગીત 'કોલાવેરી દી' 2011નું સૌથી હિટ ગીત હતું.
3 મહિનામાં ચાહકોને બીજો ફટકો
અગાઉ 2 ઓક્ટોબરે સાઉથની અન્ય હિટ જોડી સામંથા અને નાગા ચૈતન્યએ પણ છૂટાછેડા લીધા હતા.સામંથા અને નાગા ચૈતન્ય 6 ઓક્ટોબર 2021ના રોજ લગ્નના ચાર વર્ષ પૂરા કરવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓ અલગ થઈ ગયા હતા. 3 મહિનામાં જ ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવાથી ફેન્સ ફરી ચોંકી ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03