નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. AAPના સૂત્રોએ આ માહિતી આપી છે અને ભાજપ નેતા પ્રવેશ વર્મા પર હુમલાનો આરોપ લગાવ્યો છે. પ્રવેશ વર્માના ગુંડાઓનું સ્થાનિક લોકો સાથે પણ ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ગુંડાઓનો પીછો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે,જેમાં અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર પડતો જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં ઘરે-ઘરે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા, ત્યારે આ હુમલો થયો હતો.
આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું
આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ડરના કારણે ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે.પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર ઇંટો અને પથ્થરોથી હુમલો કર્યો અને તેમને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં.
પ્રવેશ વર્માએ કર્યો બચાવ
નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલના કાફલા પર હુમલાના આરોપ સામે કહ્યું કે કેજરીવાલની કાર બીજેપી કાર્યકરને કચડીને આગળ વધી હતી. ભાજપના એક કાર્યકરનો પગ તૂટી ગયો છે અને હું તેની તબિયત પૂછવા લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ જઈ રહ્યો છું...આ ખૂબ જ શરમજનક છે.
#WATCH Delhi: On AAP alleging attack on the convoy of Arvind Kejriwal, BJP candidate from New Delhi assembly seat, Parvesh Verma says, "The car of Arvind Kejriwal has gone ahead by crushing the worker of the BJP. The leg of the worker (BJP) has broken and I am going to the Lady… pic.twitter.com/63CAwqOVPK
— ANI (@ANI) January 18, 2025
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર ત્રણ વખત હુમલો કરવાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે.
1: વિકાસપુરીમાં રોડ શો દરમિયાન હુમલાનો આક્ષેપ
2: નાંગલોઈ જાટમાં હુમલાનો આરોપ
3: કેજરીવાલ પર ગ્રેટર કૈલાશ વિસ્તારમાં કેમિકલ ફેંકવાનો આરોપ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર બહારમાં કમળ ખીલ્યું, મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓની દેવદુર્લભ સાથે કરી સરખામણી | 2025-02-18 17:18:58
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ- Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબ્જો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44