Tue,08 October 2024,7:35 am
Print
header

સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા

નવી દિલ્હીઃ બુલંદશહેરથી પોલીસે એક ક્રૂર આરોપીની ધરપકડ કરી લીધી છે. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષની સગીરાને 30 થી વધુ વખત ચાકુના ઘા મારીને તેની હત્યા કરી હતી.આ હત્યાકાંડ સીસીટીવીમાં કેદ થયો હતો. આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ હતી. આ હત્યા ભીડવાળા રસ્તા પર થઈ હતી જ્યાં આરોપીએ સગીરાના માથા પર પથ્થરથી અનેક ફટકા માર્યા હતા. સાહિલ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ચાકુ અને પથ્થર વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.

16 વર્ષની સાક્ષીની સાહિલે ચાકુ મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આરોપ છે કે યુવતીની સાહિલ સાથે ઝઘડો થયો હતો. આ તકરારમાં ઉશ્કેરાયેલા સાહિલે સાક્ષી પર છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. અને લોકો આ તમાશો જોતા રહ્યાં હતા.

દિલ્હી પોલીસે જણાવ્યું કે સાક્ષી અને સાહિલ રિલેશનશિપમાં હતા. એક દિવસ પહેલા બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં સાહિલે સાક્ષીને મારવાનું મન બનાવી લીધું હતું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે સાક્ષી પર હુમલો કરી રહેલા સાહિલને એક યુવક રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આરોપી એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે યુવકને પાછળ ધકેલી મૂક્યો હતો.

પોલીસે જણાવ્યું કે સાક્ષી (16 વર્ષ) E-36 JJ કોલોનીમાં રહેતા જનકરાજની પુત્રી હતી. જ્યારે સાક્ષી તેના મિત્રના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી, ત્યારે સાહિલે તેને રસ્તામાં રોકી અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો. બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યાના ઈરાદે આવેલા સાહિલે સાક્ષી પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. પછી આનાથી પણ તેને સંતોષ ન થયો તો તેને મૃત છોકરીના માથા પર પથ્થર મારીને માથુ કચડી નાખ્યું હતુ

આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે શાહબાદ ડેરી પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ફરાર આરોપીની શોધમાં લાગેલી દિલ્હી પોલીસની ટીમે સોમવારે સાંજે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી આરોપીની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસને આપી નોટિસ

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મામલે પોલીસને નોટિસ આપી છે. સ્વાતિએ ટ્વીટ કર્યું કે, "દિલ્હીની શાહબાદ ડેરીમાં, એક સગીર માસૂમ ઢીંગલીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી અને પછી તેને પથ્થરથી કચડી નાખવામાં આવી. દિલ્હીમાં ગરીબોની ભાવના ઉંચી છે. પોલીસને નોટિસ પાઠવી. તમામ હદ વટાવી દેવામાં આવી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયંકર કંઈ જોયું નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch