Sat,20 April 2024,5:33 pm
Print
header

કોરોના બોમ્બ, ધાર્મિક કાર્યક્રમમાં 2000 લોકો રોકાયા તેમાંથી 24 પોઝિટિવ, 10નાં મોત 200 સંદિગ્ધ

નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે પણ ધાર્મિક કાર્યક્રમ રદ્દ નહીં કરીને અનેક લોકોના જીવ ખતરામાં મુકી દેવામાં આવ્યાં છે, દિલ્હીમાં નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના કાર્યક્રમ વખતે મરકઝ બિલ્ડીંગમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ મુસ્લિમોએ એક ધાર્મિક આયોજનમાં ભાગ લીધો હતો, 22 માર્ચના લોકડાઉનની જાહેરાત પછી પણ અહીં 2 હજાર લોકો રોકાયા હતા, જ્યાં ભારતના અન્ય રાજ્યોમાંથી, તથા મલેશિયા-ઇન્ડોનેશિયાથી મુસ્લિમ લોકો આવ્યાં હતા, જેમાંથી 200 લોકોને કોરાના હોવાની આશંકા છે, તેને પગલે 2000 લોકોને કવોરોન્ટાઇન કરાયા છે અને 24 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

અહી ઇસ્લામની શિક્ષા માટેનું મોટું કેન્દ્ર છે, હજારો લોકો અહી ભેગા થયા હતા,અહી રોકાયેલા 10 લોકોનાં કોરોનાને કારણે મોત થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ 6 મોત તેલંગાણામાં થયા છે. તમિલનાડુ, કર્ણાટક, અને જમ્મુ-કાશ્મીરમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થયા છે, આ બધા જ લોકો દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લઇને ઘરે પરત આવ્યાં હતા અને તેમના મોત થઇ ગયા છે, આ લોકો જેમના સંપર્કમાં આવ્યાં હતા તે તમામ લોકોની શોધખોળ કરીને તેમને કવોરોન્ટાઇન કરવાની કામગીરી ચાલુ કરી દેવાઇ છે.

પોલીસ દ્વારા કાર્યક્રમ હતો તે વિસ્તારમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે અને આ કાર્યક્રમ મંજૂરી વગર કરાતા મૌલવી સહિતના લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch