Fri,19 April 2024,9:47 am
Print
header

મોટું ષડયંત્ર નિષ્ફળ, દિલ્હીમાં 2 પાકિસ્તાની સહિત કુલ 6 આતંકવાદીઓની કરાઈ ધરપકડ

નવી દિલ્હી: પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 6 આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક આ આતંકીઓને દબોચી લેવાયા છે. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ કહ્યું કે પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લઈને આવેલા 2 સહિત કુલ 6 લોકોની ધરપકડ કરાઈ છે. તહેવારો પહેલા દિલ્હીમાંથી વિસ્ફોટકો સાથે આતંકીઓની ધરપકડથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસના જણાવ્યાં અનુસાર આતંકવાદી મૉડ્યુલનો મોટો પર્દાફાશ થયો છે. પકડાયેલા લોકો પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યાં છે. સ્પેશ્યલ સેલને સૂચના મળી હતી કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપના લોકો દિલ્હી અને આસપસના વિસ્તારમાં ધમાકો કરવા માંગે છે અને તેમનું નિશાન ભરચક વિસ્તારવાળુ સ્થાન છે. ત્યાર બાદ સુરક્ષા એજન્સીઓએ સર્ચ હાથ ધરીને આતંકીઓને ઝડપી લીધા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch