Fri,19 April 2024,2:07 pm
Print
header

ગો કોરોના ગો...PM મોદીએ દિલ્હીમાં તો તેમના માતા હીરાબાએ ગાંધીનગરમાં દિવો પ્રગટાવ્યો

નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં દેશ આખો આજે એકજૂથ જોવા મળ્યો, દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવાળી જેવો માહોલ છવાયેલો જોવા મળ્યો, કરોડો લોકોએ વડાપ્રધાન મોદીની અપીલ પર 9 વાગ્યે 9 મીનિટ માટે દિવડા કર્યા અને મોબાઇલની ટોર્ચથી પ્રકાશ કર્યો. 

પીએમ મોદીએ પણ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દિવડો પ્રગટાવ્યો હતો, મોદીના માતા હીરાબાએ પણ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને દિવડો પ્રગટાવીને કોરોનાની લડાઇમાં દેશ સાથે હોવાનો સંદેશ આપ્યો, વડાપ્રધાન મોદીએ દેશને અપીલ કરતા દેશભરમાં કરોડો લોકોએ ઘરોની લાઇટો બંધ કરીને થોડી મીનિટો માટે મીણબત્તી અને દિવડા પ્રગટાવ્યાં હતા, મોબાઇલની ફ્લેશ લાઇટ કરી હતી અને કોરોનાના અંધકાર સામે લડવાની તૈયારી બતાવી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch