Wed,24 April 2024,9:40 am
Print
header

કેજરીવાલના ઘરની બહાર સિદ્ધુના ધરણાં, દિલ્હીમાં શિક્ષકોની કાયમી નોકરીની માંગને આપ્યું સમર્થન

નવી દિલ્હીઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ધરણાં પર બેઠા છે. દિલ્હીના શિક્ષકોની કાયમી નોકરીની માંગ સાથે સિવિલ લાઈન્સમાં કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સિદ્ધુ શિક્ષકોના સમર્થનમાં અહીં પહોંચ્યાં છે. સિદ્ધુએ કેજરીવાલ વિરુદ્ધ નારા લગાવ્યાં હતા. તેમણે સૂત્ર ઉચ્ચાર્યું, 'ઉચ્ચી દુકાનમાં ફીકે પકવાન' પ્રદર્શનમાં ઓલ ઈન્ડિયા શિક્ષક એસોસિએશન જોડાયું છે.સિદ્ધુએ સીએમ અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો તેમના સવાલોના જવાબ આપો.

સિદ્ધુનું કહેવું છે કે દિલ્હીમાં એજ્યુકેશન મોડલ વાસ્તવમાં કોન્ટ્રાક્ટ મોડલ છે. અહીંની શાળાઓ ગેસ્ટ શિક્ષકો દ્વારા ચલાવવામાં આવે છે. દિલ્હીમાં 22,000  શિક્ષકો છે, જેઓ દૈનિક વેતન પર કામ કરે છે, તેમનો કરાર દર 15 દિવસે રિન્યું થાય છે. ક્યાં છે અરવિંદ કેજરીવાલ ? દિલ્હીમાં 22 હજાર ગેસ્ટ શિક્ષકોને મજૂરોની જેમ કામ કરાવવામાં આવી રહ્યાં છે, તેમને રોજીરોટી છીનવી લેવાઇ છે સરકારે નવી નીતિ ઘડવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ભ્રમની જાળ બિછાવી છે, હું તેમનો રેતીનો મહેલ તોડીને જઈશ.

સિદ્ધુ દિલ્હીમાં ગેસ્ટ ટીચર્સના પ્રદર્શનમાં પહોંચ્યા હતા ત્યારે કેજરીવાલ 27 નવેમ્બરે મોહાલી ગયા હતા. ત્યાં તે પંજાબના શિક્ષકોના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલ પંજાબમાં આવીને શિક્ષકોને લલચાવી રહ્યાં છે, પરંતુ તેમણે પહેલા એ જણાવવું જોઈએ કે તેમણે દિલ્હીના ગેસ્ટ ટીચર્સ માટે શું કર્યું છે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch