Thu,30 March 2023,6:48 am
Print
header

દિલ્હીની કોર્ટે મનિષ સિસોદિયાને 7 દિવસની ED કસ્ટડીમાં મોકલ્યાં

નવી દિલ્હી: દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે મંગળવારે 21 માર્ચે પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. ઈડીએ કોર્ટ પાસે સિસોદિયાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, હવે મનિષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં કોર્ટે ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 7 દિવસની ED કસ્ટડીમાં મોકલી દીધા છે, ઈડીએ સિસોદિયાની કોર્ટ પાસે 10 દિવસની કસ્ટડી માંગી હતી. આ કેસમાં હવે પૈસાની ટ્રેઇલની તપાસ કરવામાં આવી રહી છે. સિસોદિયાના આ નિવેદનમાં વિરોધાભાસ છે, તેથી આ સમગ્ર ષડયંત્રને શોધવું પડશે. અત્યાર સુધી ઘણા લોકોને બોલાવવામાં આવ્યાં છે જેથી તેમની સામસામે પૂછપરછ થઇ શકે.

વકીલે કહ્યું હતું - આ ઈડીનો કેસ નથી 

મનિષ સિસોદિયા તરફથી વકીલ દયાન કૃષ્ણને કોર્ટમાં કહ્યું કે, આ ઈડીનો કેસ નથી. જો આ ઈડીનો કેસ છે તો ઈડીએ કોર્ટને બતાવવું પડશે કે દારૂ કૌભાંડના કેસમાં લીધેલા પૈસા સિસોદિયા પાસે ગયા હતા. ઇડીએ બતાવવું જોઇએ કે એક રૂપિયો પણ સિસોદિયા પાસે ગયો હતો. સિસોદીયાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે સીબીઆઇ કેસમાં અમે કોર્ટ સમક્ષ જામીન પર દલીલ કરવાના હતા. "મને આ પહેલાં ક્યારેય બોલાવવામાં આવ્યો નથી.

સિસોદિયાના વકીલે કોર્ટને આપ્યો જવાબ

સિસોદિયાએ કોર્ટને જણાવ્યું કે આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે અને હવે ઇડીએ પણ તપાસ કંઇ રીતે શરૂ કરી છે. ઇડીને હજુ સુધી એક પણ મોટો પુરાવો  મળ્યો નથી.

વકીલે કહ્યું કે, જ્યારે સરકારની નીતિ બને છે, ત્યારે તે અનેક સ્તરેથી પસાર થાય છે. તે ચૂંટાયેલી સરકાર ઉપરાંત સંબંધિત વિભાગ, નાણાં વિભાગ દ્વારા એલજી પાસે જાય છે. એલજીએ પોલિસી જોઈ હતી. એલજી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ ટેન્ડર પછીની વાત છે, તે પહેલાંની નથી. અહીં પ્રી-ટેન્ડરની વાત છે. આ સિવાય સિસોદિયાને કોઈ પૈસા મળ્યાં નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે વિજય નાયર સિસોદિયા માટે કામ કરી રહ્યાં હતા, અહીં પુરાવાઓને બદલે એજન્સી ધારણાઓ પર ધરપકડ કરી રહી છે.

ઇડીએ સિસોદિયા પર કોર્ટમાં આરોપ લગાવ્યાં

દેવેન્દ્ર શર્મા (સિસોદિયાના પીએસ) એ તેમના નિવેદનમાં કહ્યું હતુ કે તેમના નામે સિમકાર્ડ અને ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં ડિજિટલ પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. ઇડીએ કહ્યું કે મની ટ્રેઇલને ટ્રેસ કરવું પડશે. આ કેસમાં ડિજિટલ પુરાવાનો નાશ કરવાનો હેતુ તપાસને ડાયવર્ટ કરવાનો હતો. સિસોદિયાએ એક વર્ષની અંદર 14 મોબાઇલલ ફોનનો નાશ કર્યો છે, બીજા નામે સિમકાર્ડ અને ફોન ખરીદ્યા હતા. આમ ઇડીએ એક પછી એક દલીલો કરી હતી અને પુરાવા પણ રજૂ કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch