Thu,25 April 2024,11:09 pm
Print
header

ED દ્વારા મનિષ સિસોદિયાની પૂછપરછ, કેજરીવાલે કહ્યું એક દેશભક્ત પર ખોટો કેસ લગાવવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનિષ સિસોદિયાની સીબીઆઈ બાદ છેલ્લા 3 કલાકથી તિહાર જેલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીની ટીમ સવારે લગભગ 11:30 વાગ્યે તિહાર જેલ પહોંચી હતી, ત્યારબાદ એજન્સી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની પૂછપરછ કરી રહી છે. આ પહેલા ઈડીએ સિસોદિયાનું નિવેદન નોંધવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે મંજૂરી માંગી હતી. ઇડીના પ્રશ્નોની સૂચિ પણ આપવામાં આવી છે. સૌથી પહેલા તમે 100 કરોડની લાંચ વિશે શું જાણો છો ? તમે દારૂની નીતિ કેમ બદલી ? તેવા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો

સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 14 દિવસ માટે એટલે કે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં હતા. કોર્ટ તેમની જામીન અરજી પર 10 માર્ચે પોતાનો ચૂકાદો સંભળાવશે. સીબીઆઈ મુખ્યાલયમાં મનિષ સિસોદિયાના નજીકના સહયોગી દેવેન્દ્ર શર્મા ઉર્ફે રિંકુની પણ પૂછપરછ કરાઇ છે. ઈડીને કોર્ટ તરફથી સિસોદિયાની 3 દિવસ સુધી પૂછપરછ કરવાની મંજૂરી મળી ગઈ છે. 

કેજરીવાલે કહ્યું કે જેલ તેમનું મનોબળ તોડી શકશે નહીં.

બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલે સિસોદિયા વિશે કહ્યું- આજે હું દેશ માટે ચિંતિત છું, સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન માટે નહીં. તે બંને ખૂબ જ બહાદુર છે, દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે.જેલની કોટડી સિસોદિયાનું મનોબળ તોડી શકશે નહીં. મેં હોળી પર આખો દિવસ દેશ માટે ધ્યાન કરવાનું નક્કી કર્યું છે. જો તમને લાગે છે કે આ વડાપ્રધાનજી ઠીક નથી કરી રહ્યાં તો હું તમને વિનંતી કરું છું કે હોળીની ઉજવણી કર્યાં પછી થોડા સમય માટે દેશ માટે પૂજા કરો. 


દિલ્હીમાં દારૂના વેપારી અરૂણ પિલ્લઈની ધરપકડ, આ કેસમાં 11મી ધરપકડ

ઈડીએ હૈદરાબાદના શરાબના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી છે. આ કેસમાં આ 11 મી ધરપકડ છે. પિલ્લઇની લાંબી પૂછપરછ બાદ સોમવારે સાંજે પીએમએલએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.અરુણ દારૂના વેપારીઓના 'સાઉથ ગ્રુપ'ના વડા છે. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ઈડી પૂછપરછ માટે તેની કસ્ટડી માંગશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch