ગાંધીનગરઃ દેશમાં આજે કોરોના વાઇરસને કારણે હાહાકાર મચી ગયો છે, સતત નવા પોઝિટિવ કેસ ઉમેરાઇ રહ્યાં છે, અને લોકોનાં મોત થઇ રહ્યાં છે, આ બધાની વચ્ચે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરી છે, જો કામ વગર બહાર નીકળ્યાં છો તો તમારા પર કાયદાકીય કાર્યવાહી થશે, તમારા વાહનો જપ્ત થશે, સાથે જ તેમને જણાવ્યું કે દિલ્હીમાં જમાતના મરકજમાંથી ગુજરાતમાં પરત આવેલા 126 લોકોની ઓળખ થઇ છે, તેમાંથી 8 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ છે,જેમને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે, અને અન્ય લોકોની તપાસ ચાલી રહી છે.
બીજી તરફ કોરોના વાઇરસના માહોલમાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ધર્મ અને નેતાઓની વિરૂદ્ધમાં ખોટી કોમેન્ટો થઇ રહી છે, કોરોના વાઇરસને લઇને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, આ સમય એક થઇને કોરોના સામે લડવાનો છે, તેની જગ્યાએ કેટલાક લોકો સમાજને ગેરમાર્ગ દોરી રહ્યાં છે, જેથી હવે સાઇબર ક્રાઇમ સક્રિય બન્યુ છે, અમદાવાદમાં મુસ્લિમ સમાજ માટે ખોટી કોમેન્ટ કરનારા મુકેશ પાટીલની ધરપકડ કરી છે, જેને મુસ્લિમો શાકભાજી પર થૂંક લગાવીને કોરોના ફેલાવે છે તેવી કોમેન્ટ કરી હતી, જે ખોટી વાત છે, સાઇબર ક્રાઇમે આજ સુધી અલગ અલગ 4 ગુના દાખલ કર્યા છે, અમારી પણ તમને અપીલ છે કોરોનાને લઇને કોઇ ધર્મ કે સમાજની વિરૂદ્ધ ખોટી અફવા ન ફેલાવશો.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12