નવી દિલ્હી: IRS અધિકારીની પુત્રી પર બળાત્કાર અને હત્યાના આરોપી રાહુલ મીણાના જીવનના એવા સત્યો સામે આવી રહ્યાં છે, જે તેણે પોતાના પરિવાર અને મિત્રોથી સંપૂર્ણપણે છુપાવી રાખ્યાં હતા. રાહુલે દરેકને એવું જણાવ્યું હતું કે તેણે દિલ્હીની નોકરી પોતાની મરજીથી છોડી દીધી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વાત તેણે કોઈને પણ જણાવી ન હતી.
રાહુલની માતાએ વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે રાહુલ દિલ્હીથી પાછો આવ્યો ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે તેણે નોકરી છોડી દીધી છે. નોકરીમાંથી કાઢી મૂકાયા હોવાની વાત તેણે પરિવાર સાથે ક્યારેય શેર કરી ન હતી. પરિવારના અન્ય દાવાઓ અને વાસ્તવિકતામાં પણ વિરોધાભાસ જોવા મળ્યો છે.
પરિવારે દાવો કર્યો કે રાહુલ ભણવામાં હોશિયાર હતો અને તેને 12મા ધોરણમાં 90 ટકા માર્ક્સ આવ્યાં હતા. જો કે, જ્યારે પરિણામ જોવાની માંગ કરવામાં આવી, ત્યારે પરિવારે રિઝલ્ટ ન હોવાનું કહીને મનાઈ કરી દીધી હતી. માતાના જણાવ્યા મુજબ, દિલ્હીથી પરત ફર્યા બાદ રાહુલ સતત ફોન પર ગેમ રમ્યા કરતો હતો અને તેને આ લત ખૂબ વધી ગઈ હતી.
રાહુલની માતાએ અલવરમાં તેના પર લાગેલા અન્ય રેપ કેસના આરોપોને ખોટા ગણાવ્યાં અને કહ્યું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર, મંગળવાર સાંજ સુધી રાહુલ ઘરની બહાર જોવા મળ્યો હતો. પરંતુ તે જ રાત્રે અચાનક 11 વાગ્યે તે ટ્રેન પકડીને દિલ્હી રવાના થઈ ગયો હતો. પાડોશીઓને વિશ્વાસ નથી થઈ રહ્યો કે રાહુલ આવું કરી શકે છે, કારણ કે તેમના મતે તે આવો છોકરો ન હતો.
જ્યારે રાહુલની માતાને પૂછવામાં આવ્યું કે, તેમના પુત્રએ જે ગુનો કર્યો છે તેના માટે તેઓ કેવી સજા ઈચ્છે છે, ત્યારે તેમણે મૌન ધારણ કરી લીધું હતું અને કોઈ જવાબ આપ્યો ન હતો. રાહુલ તેના 3 ભાઈઓમાં સૌથી નાનો છે. તેના પિતા અને મોટો ભાઈ હાલમાં પણ રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52