Thu,25 April 2024,4:02 pm
Print
header

દિલ્હીમાં ઠંડીનો ચમકારો, તાપમાન ઘટીને 1.4 ડિગ્રી નોંધાયું, આ રાજ્યોમાં વરસાદની શક્યતા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં કાતિલ ઠંડી પડી રહી છે. સ્થિતિ એવી બની છે કે લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડે છે. આઈએમડી વૈજ્ઞાનિક આર.કે જેનામાનીના જણાવ્યાં અનુસાર દિલ્હીમાં કાતિલ ઠંડીની સ્થિતિ છે, લઘુત્તમ તાપમાન ઘટીને 1.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. આગામી 2 દિવસ સુધી તાપમાન એકસરખું રહી શકે છે, જો કે વધુ ઘટાડો થવાની સંભાવના નથી.પછી, 18 જાન્યુઆરીથી તાપમાનમાં ફરી વધારો થઈ શકે છે.

દિલ્હીમાં યલો એલર્ટ જાહેર, આ રાજ્યોમાં વરસાદની સંભાવના

દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, રાજસ્થાન અને હરિયાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન, દક્ષિણ હરિયાણા અને દિલ્હીમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. 23 અને 24 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદની સંભાવના છે. 18 જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થશે. 

છેલ્લા 24 કલાકમાં કેટલાક રાજ્યોમાં વરસાદ પણ જોવા મળ્યો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ થયો છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ થયો છે. 

આગામી 5 દિવસ કેવી રહેશે સ્થિતિ ?

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2-3 દિવસ સુધી મધ્ય પ્રદેશમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આ સાથે જ પૂર્વ ભારતમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. વાયવ્યમાં તાપમાન 4થી 6 ડિગ્રી ઘટી શકે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch