Thu,20 January 2022,4:55 pm
Print
header

ગાઝીપુર ફૂલ માર્કેટમાં લાવારિસ બેગમાંથી મળી આવ્યો IED વિસ્ફોટક, NSG એ કર્યો નિષ્ક્રિય- Gujarat Post

નવી દિલ્હીઃ આજે દિલ્હીના ગાઝીપુર ફૂલ માર્કેટમાંથી લાવારિસ બેગમાંથી IED વિસ્ફોટક મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ વિરોધી દળનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસને બેગમાંથી IED વિસ્ફોટક મળ્યો હતો. પોલીસે તરત જ બેગની આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો. સવારે 10.30 વાગ્યે બોમ્બનો કોલ આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા NSG ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ JCB બોલાવવામાં આવ્યું હતુ, અહીં ઊંડો ખાડો ખોદીને બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો, આ મામલાની તપાસ હવે દિલ્હી પોલીસની વિશેષ ટીમ કરી રહી છે, એવી પણ માહિતી છે. બોમ્બની નિષ્ક્રીય કરતો વિડીયો સામે આવ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે વિસ્ફોટક કેટલો ખતરનાક હશે. 

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે તપાસ બાદ બેગમાંથી IED વિસ્ફોટક મળ્યો હતો. આ મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch