Mon,25 October 2021,6:33 am
Print
header

નશાનો કારોબાર, ડીસામાં MD ડ્રગ્સની હેરાફેરી કરતા ચાર શખ્સો ઝડપાયા

બનાસકાંઠાઃ ડીસામાં કંસારી ત્રણ રસ્તા પાસેથી એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ચાર પરપ્રાંતીય શખ્સોને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી પાડ્યા છે. કંસારી ટોલનાકા પર રાજસ્થાન તરફથી આવતી સફેદ i-10 કારને પોલીસે રોકી હતી, જેમાં કારચાલક ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે પીછો કરતા ટેટોડા ગૌશાળા પાસેથી ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. આ કારમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. 

ડીસા પોલીસે હુંડાઈ i10 કાર, 117.550 ગ્રામ એમ ડી ડ્રગ્સ અને 4 મોબાઇલ અને રોકડ રકમ સહિત રૂપિયા 15.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પકડાયેલા શખ્સોમાં રાજસ્થાની રતનલાલ પ્રેમારામ નાઈ, ભવરલાલ ભગવાનરામ જાટ, હનુમાનરામ ભવરારામ જાટ અને હનુમાનરામ જુજારામ જાટની પોલીસે ધરપકડ કરી હતી, પોલીસે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરતી ગેંગની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch