Sat,20 April 2024,8:02 pm
Print
header

મુકેશ અંબાણીના ઘર બહાર સ્કોર્પિયો કારમાંથી વિસ્ફોટકો મળ્યાંના કેસમાં નવો વળાંક, કાર માલિકનો મળ્યો મૃતદેહ

મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટાલિયાની બહાર શંકાસ્પદ કાર મળ્યાંના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસ અધિકારીઓને કલાવા ક્રીકથી એક મૃતદેહ મળ્યો છે તે સ્કોર્પિયો કારના માલિકનો છે. જે કાર વિસ્ફોટકો સાથે એન્ટાલિયાની બહારથી મળી હતી. આ મૃતદેહ મનસુખ હીરેનનો છે તેણે આત્મહત્યા કર્યાંની આશંકા છે.જો કે હજી આ વિશે કોઈ પોલીસ અધિકારીએ નિવેદન જાહેર કર્યું નથી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી હતી. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી હતી. થોડા દિવસ પહેલાં આ જ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. જો કે મુંબઈ પોલીસે આ દાવાનો ખુલાસો કર્યો નથી. 

ઘટનાની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે, અત્યાર સુધી તપાસમાં જે પણ પુરાવા મળ્યાં છે તેમાં આ કોઈ આતંકવાદ સંગઠનની કરતૂત હોવાની શક્યતા લાગતી નથી. આ કેસની એટીએસ પણ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch