Thu,21 May 2026,3:25 am
Print
header

લગ્નેત્તર સંબંધોમાં ખેલાયો લોહીયાળ ખેલ, લોખંડની પેટીમાંથી મળી પતિની લાશ, પ્રેમીએ કરી હતી આ હત્યા

  • Published By dilip patel
  • 2026-04-27 16:44:41
  • /

ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં હત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સેક્ટર-54 વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા કરીને તેની લાશને લોખંડના સંદૂકમાં (પેટીમાં) છુપાવી દીધી હતી.આ સનસનાટીભર્યા હત્યાકાંડ પાછળ પત્નીના પ્રેમી અને તેના મિત્રનો હાથ હોવાનું બહાર આવ્યું છે.

મૂળ બિહારના સહરસાનો રહેવાસી અમન ગુરુગ્રામમાં પોતાની પત્ની સાથે રહેતો હતો અને ડિલિવરી કંપનીમાં કામ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અમનની પત્ની અને આરોપી સોનુ વચ્ચે પ્રેમ સંબંધ હતા. અમનને આ ગેરકાયદેસર સંબંધોની જાણ થઈ ગઈ હતી, જેને લઈને ત્રણ-ચાર દિવસ પહેલા તેમની વચ્ચે ઉગ્ર વિવાદ પણ થયો હતો. જેથી, રસ્તાના કાંટાને દૂર કરવા માટે સોનુએ પોતાના મિત્ર મોહમ્મદ સિરાજ સાથે મળીને અમનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

રવિવારે જ્યારે અમનની લાશ મળી આવી ત્યારે તેના ગળા પર ધારદાર હથિયારના ઘા હતા અને ચહેરા પર સળગ્યાના નિશાન પણ મળી આવ્યાં હતા. આ હત્યા ત્રણ-ચાર દિવસ પહેલા કરવામાં આવી હતી. લાશને લોખંડની પેટીમાં બંધ કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.

ગુરુગ્રામ પોલીસે સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સોનુ અને તેના સાથી મોહમ્મદ સિરાજની ધરપકડ કરી લીધી છે. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સંદીપે જણાવ્યું કે, પોલીસે લાશને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ સમગ્ર કાવતરામાં મૃતકની પત્ની સામેલ હતી કે કેમ. જો તેની સંડોવણી જણાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch