Tue,23 April 2024,5:16 pm
Print
header

ડાકોર પાસે પરિણીતાના હાથ બાંધીને દુષ્કર્મ કરાઇને તેને ઝેર પીવડાવ્યું, પોલીસે ફરિયાદ ન લેતા SPને રજૂઆત

ખેડાઃ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દુષ્કર્મ અને મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. ઠાસરાના પડવાણી ગામે એક 20 વર્ષીય પરિણીતાએ મદદ માટે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. પરિણીતાએ પોતાની વેદના ઠાલવતા ન્યાયની માંગ કરી છે. નરાધમોએ તેના બંને હાથ બાંધીને તેની સાથે દુષ્કર્મ કરીને તેને ઝેર પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો તેમ છંતા ડાકોર પોલીસે આ પરિણીતાની ફરિયાદ ન લેતા પોલીસ કામગીરી સામે સવાલ ઉભા થયા છે. 

આ સનસનીખેજ ઘટના બાદ પરિણીતા અને તેનો પરિવાર ડરી ગયો છે, ગામમાં પણ લોકોમાં આરોપીઓ સામે રોષ વ્યાપી ગયો છે. હવે પીડિતાએ જિલ્લા પોલીસ વડાને  ન્યાય માટે રજૂઆત કરતા ડાકોર પોલીસ સામે પણ કાર્યવાહી કરાશે સાથે જ નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઇ છે. 

નોંધનિય છે કે રાજ્યમાં ડીસા, જામનગર, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં દુષ્કર્મ અને મહિલાઓ પર અત્યાચારની  ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને લઇને કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે સવાલ ઉભા થયા છે. જનતા પણ આવી ઘટનાઓથી સરકાર સામે હવે રોષે ભરાઇ છે. અમે તમને જણાવી દઇએ કે ડીસામાં હાલમાં જ એક માસૂમ બાળકી પર દુષ્કર્મ કરીને તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખવાની ઘટનાથી આખું ગુજરાત હચમચી ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch