Sun,27 November 2022,3:57 am
Print
header

દાહોદ મારી જૂની કર્મભૂમિ, આદિવાસી પરિવારના રોટલા ખાઈને હું મોટો થયોઃ મોદી- Gujarat Post News

એક ભાઇ પદ મેળવવા પદ યાત્રા કરે છેઃ મોદી 

દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી 

કોંગ્રેસવાળા જીત પાક્કી હોય તો કોઇની સામે પણ ન જુએ, અમારી જીત 100 ટકા પાક્કી હોય તો પણ અમે નમન કરીએઃ પીએમ મોદી

દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં જનસભાને સંબોધન કર્યું હતું અને કહ્યું કે દાહોદ મારી જૂની કર્મભૂમિ છે, આદિવાસી પરિવારના રોટલા ખાઈને હું મોટો થયો છું, હું અહીં વારંવાર આવતો હતો. મોદીએ અહીં કોંગ્રેસની ઝાટકણી કાઢીને કહ્યું કોંગ્રેસવાળા જીત પાક્કી હોય તો કોઇની સામે પણ ન જુએ, અમારી જીત 100 ટકા પાક્કી હોય તો પણ અમે નમન કરીએ. દાહોદમાં રાષ્ટ્રભક્તિની પ્રેરણા જેમને આપી છે તેવા ગોવિંદ ગુરુ છે. 6 મહિનામાં આદિવાસી ગૌરવ એવા આ ક્ષેત્રના અનેક પ્રસંગોમાં આવવાનો મને મોકો મળ્યો છે. તમે ફરીથી ભાજપની સરકાર બનાવવા માટે ઉમેદવારોને આશીર્વાદ આપ્યાં છે, તે બદલ તમારો આભાર માનું છું. 

અમારા માટે જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર

દાહોદમાં બધાને થતું હશે કે, વિજય પાક્કો છે તો આટલી બધી મહેનત શા માટે કરો છો ?? એમના મનમાં પ્રશ્નો ઉઠશે કે ચૂંટણી તો તમે જીતાડવાનો છો. તો દોડધામ કેમ ?? જેમ આપણે દરરોજ મંદિરમાં જઈએ છીએ, તેમ તમે જનતા જનાર્દન ઈશ્વરનો અવતાર છો. કોંગ્રેસવાળા જીત પાક્કી હોય તો કોઇની સામે પણ ન જુએ, અમારી જીત પાક્કી હોય તો પણ જનતાના પગે નમન કરીએ, વિવેક, ઘડતર અમારામાં છે. તમે મને સત્તા પર નથી બેસાડ્યો, પરંતુ સેવાનું કામ સોંપ્યું છે. એક સેવાદાર તરીકે હું કામ કરું છું. જેમ હું મારું કર્તવ્ય નિભાવું છું. તેમ આ દેશના દરેક નાગરિકો પણ તેમનું કર્તવ્ય નિભાવે, આ વાત મેં લાલ કિલ્લા પરથી કરી હતી. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ આ મંત્ર સાથે વિશ્વમાં આપણા ભારતનું  નામ રોશન થાય તે માટે અમે કામ કરી રહ્યાં છીએ. 

આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો આ લોકોને ક્યારેય વિચાર ન આવ્યો

આપણા ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટો છે. કોંગ્રેસને આટલી બધી સત્તા ભોગવવાનો મોકો મળ્યો, પરંતુ ચૂંટણી આવે તો પણ મોટી વાતો કરીને વોટ લેવા આવે છે. આ દેશમાં અનેક રાષ્ટ્રપતિ બની ગયા, પરંતુ ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો કોંગ્રેસને વિચાર પણ ન આવ્યો. હવે અમારી સરકારે મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાને સંદેશો આપ્યો છે. દ્રોપદી મુર્મૂ હવે આદિવાસીઓ માટે ગૌરવ છે. 

એક ભાઈ પદ મેળવવા માટે યાત્રા કરે છે

તેમને રાહુલ ગાંંધી પર પ્રહાર કરતા કહ્યું કે અત્યારે એક ભાઈ પદની લાલચમાં યાત્રા કરે છે, પરંતુ કેવું ભાષણ કરે છે તે જોવા જેવું છે. જ્યારે ભાજપે આદિવાસી મહિલાને  રાષ્ટ્રપતિ બનાવ્યાં ત્યારે ટેકો આપવામાં શું પેટમાં દુખતું હતું. આદિવાસી બેનને હરાવવા માટે આકાશ- પાતાળ એક કર્યું. પરંતુ અમારા આશીર્વાદ હતા અને આ પૂન્ય કમાવવાનો મોકો અમને મળ્યો. અમે કંઈ કરીએ તો આ લોકો આડા ઉતરે છે. ભાજપ સર્વાંગી વિકાસને લઈને કામ કરે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch