Fri,19 April 2024,8:19 am
Print
header

દાહોદઃ ક્લાસ-1 મહિલા જિલ્લા શિક્ષણ અધિકારી ACB ના છટકામાં સપડાયા, લીધી હતી આટલા રૂપિયાની લાંચ

દાહોદના મહિલા જિલ્લા શિક્ષણ અધિકારી ₹10,000 ની લાંચ લેતા ઝડપાયા

પેન્શનના પ્રમાણપત્રમાં સહી કરવા બાબતે લીધી હતી લાંચ

દાહોદના શિક્ષણ અધિકારી કાજલ દવે એસીબીના સંકજામાં

મૂળ વતન મહાવીરનગર સોસાયટી, હિંમતનગર

દાહોદઃ મહિલા જિલ્લા શિક્ષણ અધિકારી (ક્લાસ-1) એસીબીના છટકામાં સપડાઇ ગયા છે. દાહોદના શિક્ષણ અધિકારી કાજલ દવે એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરીયાદી નિવૃત થવાના હોવાથી તેમના પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણાં બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવાની હતી. જેમાં આરોપી કાજલ ગીરીશભાઇ દવેએ ફરીયાદી પાસે રૂ.10,000 ની લાંચની માંગણી કરી હતી. 

લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે આજ રોજ લાંચના છટકાંનું આયોજન કર્યું હતું. આરોપીએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, દાહોદમાં જેવી જ લાંચ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા, આ ટ્રેપથી અન્ય લાંચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

ટ્રેપીંગ અધિકારી
કે. વી. ડીંડોર, પોલીસ ઇન્સ્પેકટર
એ.સી.બી પોલીસ સ્ટેશન, દાહોદ

સુપર વિઝન અધિકારી
બી.એમ.પટેલ 
મદદનીશ નિયામકશ્રી 
એ.સી.બી.પંચમહાલ એકમ, ગોધરા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch