Sat,20 April 2024,5:47 pm
Print
header

ACB ટ્રેપ- દહેગામ નગર પાલિકાના આ એન્જિનિયર આવી ગયા એસીબીના સકંજામાં- Gujarat Post News

ગાંધીનગરઃ એસીબીએ લાંચનું છટકું ગોઠવીને વધુ એક કર્મચારીને ઝડપી પાડ્યો છે, હિરેન રાજેશભાઇ પટેલ, મ્યુનિસિપલ એન્જિનીયર (કરાર આધારીત) ને 4 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આરોપીએ મન એવન્યુ કોમ્પલેક્ષની આગળ, દહેગામ નરોડા રોડ પર લાંચની રકમ લીધી અને તરત જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.

(હાલમાં રહેણાંક 4, જયભોલે સોસાયટી, રૂક્ષમણી હોસ્પિટલ સામે, ખોખરા, અમદાવાદ, મૂળ રહે. સોજીંત્રા, તા.આણંદ)

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં મકાન બનાવવા ફરીયાદીના પત્નીના નામે 3.50 લાખ રૂપિયાની સહાય માંગવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવવા ત્રણ વર્ષ અગાઉ ફોર્મ ભરેલું હતુ, ફોર્મ ભર્યા બાદ ફરીયાદીના પત્નીના બેંક ખાતામાં હપ્તે હપ્તે રૂ.2,30,000 જમા થયેલા અને 1,20,000 રૂપિયા આવવાના બાકી હતા. બાકીના પૈસા માટે ફરિયાદીએ આરોપી હિરેન પટેલનો સંપર્ક કર્યો હતો.

આરોપી એન્જિયનર હિરેને આ માટે 4 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી લાંચની રકમ સાથે ઝડપાઇ ગયો છે, લાંચના પૈસા રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી
એસ.સી.શર્મા,
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગાંધીનગર એકમ

સુપરવિઝન અધિકારી
એ. કે. પરમાર
મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch