Fri,26 April 2024,1:04 am
Print
header

દહેગામના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાઇ ગયા- Gujarat Post News

ગઈકાલે તેમને કોંગ્રેસના તમામ પદો પરથી આપ્યું હતુ રાજીનામું

આજે તેમણે કમલમ ખાતે કેસરીયો ધારણ કરી લીધો

દહેગામઃ વિધાનસભાની ટિકિટ ન મળતાં કોંગ્રેસ પક્ષ સામે નારાજગી દર્શાવનાર કામિનીબા રાઠોડ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. ગઈકાલે જ તેમને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. આજે તેમણે કમલમ ખાતે પહોંચીને કેસરીયો ધારણ કર્યો હતો.આ પ્રસંગે ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. 

કામિનીબા રાઠોડને આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી ન હતી. તેમને આક્ષેપ મુક્યાં છે કે કોંગ્રેસે ટિકિટ માટે તેમની પાસે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા.અગાઉ પણ તેમને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કામિનીબા રાઠોડે કોંગ્રેસ હાઇ કમાન્ડને પત્ર લખીને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, તેમણે અપક્ષમાંથી ફોર્મ ભરીને પછી ફોર્મ પાછું ખેંચી લીધું હતુ

કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર કર્યાં ગંભીર આક્ષેપ 

દહેગામ બેઠકને લઈને કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યો છે. કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડ રૂપિયાની પાર્ટીએ માંગણી કરી હતી. જો કે, હું પૈસાની માંગ પૂરી ન કરી શકી અને પાર્ટીએ 1 કરોડ રૂપિયામાં ટિકિટ વેચી દીધી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch