Sat,20 April 2024,8:16 am
Print
header

લોકો એક-એક ઇન્જેક્શન માટે તડપી રહ્યાં છે અને સી.આર.પાટીલ 5 હજાર ઇન્જેક્શન કંઇ રીતે લાવ્યાં ?

સુરતઃ કોરોનાના દર્દીઓને બચાવવા માટે આપવામાં આવતા રેમડેસિવિરના ઇન્જેક્શની રાજ્યભરમાં અછત છે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિના શહેરોમાં કોરોનાના દર્દીઓના સંબંધીઓ ઇન્જેક્શન માટે તડપી રહ્યાં છે, પોતાના મિત્રો અને સગા સંબંધીઓને ઇન્જેક્શન માટે ભલામણો કરી રહ્યાં છે અનેક દર્દીઓના ઇન્જેક્શનના અભાવે મોત પણ થઇ શકે છે આ બધાની વચ્ચે ભાજપે સુરતમાં રેમડેસિવિરના ઇન્જેક્શન દર્દીઓના સગાઓને ફ્રીમાં આપ્યાં છે અહીં સૌથી મોટો સવાલ એ છે કે ભાજપે અહીંયા પણ વાહવાહી લેવા ઇન્જેક્શન વિતરણના ફોટા પડાવ્યાં છે આ ઇન્જેક્શન હોસ્પિટલની જગ્યાએ ભાજપ કાર્યાલય કમલમમાંથી અપાઇ રહ્યાં છે.

લોકોને એક ઇન્જેક્શન મળતું નથી અને અહીં તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 હજાર ઇન્જેક્શ ફ્રીમાં આપવાની જાહેરાત કરી દીધી અને વહેંચવાના શરૂ પણ થઇ ગયા, જેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં છે કે આટલો જથ્થો તેમની પાસે આવ્યો ક્યાંથી, ખુદ વિજય રૂપાણીને સવાલ કરાતા કહેવું પડ્યું કે 5 હજાર ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં છે તે મને ખબર નથી તમે પાટીલને જ પુછો. 

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ઇન્જેક્શન ખૂટી પડતા તેમને વેચાણ બંધ કરી દીધું છે અહીંથી 5 હજાર ઇન્જેક્શન પાટીલને અપાયાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં ભાજપની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે અમદાવાદમાં અનેક દર્દીઓ કોરોનાથી તડપી રહ્યાં છે અને ભાજપે આ ઇન્જેક્શન ખરીદી લેતા વિવાદ ઉભો થયો છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે તટસ્થ તપાસ કરવી જોઇએ. કોંગ્રેસ પણ આ મામલે હવે ઉગ્ર બની છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch