Sat,13 June 2026,2:25 pm
Print
header

એક જ ગોળીથી બે મોત: આર્થિક તંગી અને પત્નીના કેન્સરથી પરેશાન વેપારીએ પત્નીને સાથે રાખીને કરી આત્મહત્યા

  • Published By dilip patel
  • 2026-05-22 18:16:18
  • /

રામપુરઃ ઉત્તરપ્રદેશના રામપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણના વેપારીએ પત્નીને પીઠ પાછળ લગાડીને પોતાની લાયસન્સવાળી રાઇફલથી આત્મહત્યા કરી હતી.  એક જ ગોળી વાગવાથી બંનેના મોત થયા હતા. મૃતકની ઓળક સુનિલ રસ્તોગી (ઉ.50) અને તેના પત્ની નેહા રસ્તોગી (ઉ.45) તરીકે થઈ હતી.

50 વર્ષીય સુનિલ રસ્તોગી વાસણનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની નેહા, પુત્ર પીયૂષ અને પુત્રી કૃષિ રસ્તોગી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની નેહા કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે પરિવાર ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આ પરિસ્થિતિને લીધે સુનિલભાઈ ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યાં હતા.

સવારે 7.30 વાગ્યે, સુનિલ રસ્તોગીએ ઘરના પ્રથમ માળે પત્ની નેહાને પોતાની પીઠ પાછળ લગાડીને રાઇફલથી ગોળી મારી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર પુત્ર પીયૂષ, પુત્રી કૃષિ અને આસપાસના લોકો દોડીને ઉપર આવ્યાં હતા. ત્યાં રૂમમાં સુનિલ રસ્તોગી અને તેમની પત્નીના લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા હતા. 

સુનિલ રસ્તોગીના હાથ પાસે સ્ટીલનો દંડો અને નજીકમાં રાઇફલ પડી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વેપારીએ છાતી સરસી ગોળી મારી હતી અને એક જ ગોળીથી બંનેના મોત થયાની પુષ્ટિ થઈ છે. તેમની પત્નીના શરીરમાંથી ગોળીના ટુકડા મળી આવ્યાં છે.

એસપી સોમેન્દ્ર મીણાએ જણાવ્યું કે પોલીસને મૃતકની એક ડાયરી મળી છે. ડાયરી અનુસાર તેઓ ખૂબ જ તણાવમાં હતા. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતોનું કારણ આત્મહત્યા સામે આવ્યું છે.

સુનિલ રસ્તોગીએ આત્મહત્યા કરતા પહેલા 15 પાનાની ડાયરી લખી હતી. ડાયરીમાં તેમણે પોતાના ડિપ્રેશન, પારિવારિક જવાબદારીઓ અને પત્નીની બીમારીનો ઉલ્લેખ કરીને આત્મહત્યાની વાત કરી હતી.તેમણે લખ્યું કે, લાંબા સમયથી માનસિક તણાવમાં જીવતો હોવાથી હું મારા પરિવાર પર બોજ બનવા નથી માંગતો.

ડાયરીમાં સુનિલે પોતાની પત્ની અને બાળકો પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કરતા દીકરાને વેપાર શીખવવા, દીકરીના લગ્ન અને જમીન-સંપત્તિ સંબંધિત વાતો પણ લખી છે. સાથે જ સંબંધીઓ અને સાસરી પક્ષનો પણ ઉલ્લેખ કર્યો છે. એએસપી અનુરાગ સિંહે જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક લોખંડની રોડ (પાઇપ) પણ મળી આવી છે. એવું અનુમાન છે કે સુનિલે તેની મદદથી જ રાઇફલનું ટ્રિગર દબાવ્યું હશે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch