Fri,19 April 2024,5:34 am
Print
header

રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે સી.આર.પાટીલની મુશ્કેલીઓ વધી,ધાનાણીએ હાઇકોર્ટમાં દાખલ કરી જાહેર હિતની અરજી

અમદાવાદઃ કાયદાનું ઉલ્લંઘન કરીને પણ પોતાની ભૂલ ન સ્વીકારનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ વકીલ મારફતે આ અરજી દાખલ કરીને પાટીલ સામે કાર્યવાહીની માંગ કરી છે. રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે અને પાટીલે 5 હજાર ઇન્જેક્શન લઇ જઇને સુરતમાં ફ્રીમાં વહેંચ્યાં હતા તેનું વિતરણ ભાજપની ઓફિસમાંથી કરાયું હતુ નિયમ પ્રમાણે કોઇ ફાર્મા કંપની સિવાય કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા આવી રીતે ઇન્જેક્શન વેંચી શકે નહીં તેમ છંતા પાટીલે આ કામ કર્યું છે.

ખુદ સીએમ વિજય રૂપાણીને પણ ખબર ન હતી કે પાટીલ આ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યાં
છે જે મામલે કોંગ્રેસ આકરા પાણીએ છે અને પરેશ ધાનાણીએ પાટીલ સામે કાર્યવાહી કરવા 36 પાનાની માહિતી સાથે જાહેરહિતની અરજી દાખલ કરી છે. જેનાથી સી.આર.પાટીલની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે પાટીલે પોતાની જ રીતે આ ઇન્જેક્શન દર્દીઓનાં સગાઓને આપ્યાં હતા જે ગેરકાયદેસર છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch