Fri,19 April 2024,7:05 am
Print
header

દેશમાં 22 જિલ્લાઓમાં છેલ્લા 4 સપ્તાહમાં કોરોનાના કેસ વધ્યા, સ્વાસ્થ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે, કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. કેટલાક ક્ષેત્રો ચિંતાના વિષય બનેલા છે. વેક્સિનેશન સંક્રમણને ઓછુ જરૂર કરશે, પરંતુ સંક્રમણ ન થાય તેની ગેરંટી નથી. એવી કોઈ વેક્સિન નથી જે દાવા કરી શકે કે 100 ટકા સંક્રમણ થશે નહીં. તેનાથી બીમારીની ગંભીરતા અને મોતને રોકી શકાય છે.

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે શરૂઆતના કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસમાં એક મોટો ઘટાડો નોંધાઈ રહ્યો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા ઘટાડાનો દર ઓછો થયો છે જે ચિંતાનો વિષય છે. તેને લઈને રાજ્યો સાથે વાત કરવામાં આવી રહી છે. દેશમાં 22 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 4 સપ્તાહમાં કોરોનાના મામલામાં વૃદ્ધિ થઈ છે. તેમાં કેરલના 7 જિલ્લા, મણિપુરના 5 જિલ્લા, મેઘાલયના 3 જિલ્લા, અરૂણાચલ પ્રદેશના 3 જિલ્લા, મહારાષ્ટ્રના 2 જિલ્લા, અસમનો એક અને ત્રિપુરાનો એક જિલ્લો સામેલ છે.

ડો. વીકે પોલે કહ્યું, એએફએમસીમાં 15 લાખ ડોક્ટરો અને ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો, જેને કોવિશીલ્ડ આપવામાં આવી હતી. આ અભ્યાસથી ખ્યાલ આવ્યો કે બીજી લહેર દરમિયાન સંક્રમણમાં 93 ટકાનો ઘટાડો થયો અને મૃત્યુ દરમાં 98 ટકાનો ઘટાડો નોંધાયો હતો. લવ અગ્રવાલે કહ્યું, વૈશ્વિક નજરથી જુઓ તો હજુ મહામારી ખતમ થઈ નથી. દુનિયાભરમાં કેસમાં ઉલ્લેખનીય વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે. આપણે કડક નિયમ પાલનની સાથે વાયરસના પ્રસારને રોકવાનું કામ કરવું પડશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch