Thu,25 April 2024,9:10 am
Print
header

Big news- કોરોનાની ગંભીર સ્થિતીને જોતા રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે દિવસના અંદાજે 1 લાખ નવા કેસ આવી રહ્યાં છે. જે દર્દીઓની હાલત ગંભીર હોય તેમને રેમડેસિવિરના ઇન્જેક્શનથી રાહત મળે છે ગુજરાત સહિતના રાજ્યોમા આ ઇન્જેક્શનનો સ્ટોક અપુરતો છે ત્યારે હવે સરકારે કોરોનાની ગંભીર સ્થિતીને જોતા રેમડેસિવિરના ઇન્જેક્શનની દેશ બહાર નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ ઇન્જેક્શન ઇમ્યુનિટિ બુસ્ટર તરીકે કામ આવે છે અને દર્દીને સારવારમાં મદદ મળે છે. જેથી આ એન્ટી વાયરલ ઇન્જેક્શનની નિકાસ હાલમાં કોઇ કંપની કરી શકશે નહીં, કેન્દ્ર સરકારના ફાર્મા વિભાગે આ નિર્ણય કર્યો છે જેથી હવે દેશમાં જે કોરોનાના દર્દીઓ છે તેમને મોટી રાહત મળશે અને આ ઇન્જેક્શન સરળતાથી મળતા રહેશે. સાથે જ સરકારે આ ઇન્જેક્શનના ઉત્પાદનમાં તાત્કાલિક વધારો કરવા કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch