Sat,20 April 2024,1:41 pm
Print
header

કોરોનાની બીજી લહેરમાં કયા રાજ્યમાં કેટલા તબીબોના થયા મોત ? આ રહ્યું લિસ્ટ

નવી દિલ્હીઃ કોરોના કાળની શરૂઆતથી જ ભારતમાં ડોકટરો દેવદૂત બનીને કામ કરી રહ્યાં છે ડોક્ટરો સહિતનો તમામ મેડિકલ સ્ટાફ દિવસ રાત એક કરીને દર્દીઓની સેવા કરી રહ્યો છે.દરમિયાન કેટલાક ડોક્ટરોના પણ કોરોનાથી મોત થઇ ગયા છે. કોરોના સંક્રમણની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 700થી વધુ તબીબોએ જીવ ગુમાવ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે દેશમાં કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં 719 ડોક્ટરોના મોત થયા છે. બિહારમાં સૌથી વધુ 111 તબીબોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં 109 ડોક્ટરોના મોત થયા છે ગુજરાતમાં પણ 37 તબીબો સંક્રમિતોની સેવા કરતી વખતે ખુદ ઝપેટમાં આવીને મોતને ભેટ્યા છે. પોંડિચેરીમાં બીજી લહેરમાં એક તબીબનું મોત થયું છે. ત્રિપુરા, ઉત્તરાખંડ, ગોવામાં 2-2,  હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 3-3 તબીબોના બીજી લહેરમાં મોત થયા છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch