Fri,19 April 2024,2:49 pm
Print
header

કોરોનાનો ડર નથી...સરકારની 1 લાખ રૂપિયાની લોનની યોજનાનાં ફોર્મ લેવા ટોળાં ઉમટ્યાં

રાજકોટઃ રાજ્યમાં કોરોનાની સ્થિતી હજુ પણ ચિંતાજનક છે, સરકારે લોકડાઉનના નિયમો હળવા કરીને લોકોને ધંધા-રોજગારની છૂટ આપી દીધી છે, સાથે જ જરૂરિયાતમંદોને 1 લાખ રૂપિયાની લોન કોઇ પણ વગરની ગેરંટી વગર આપવાની જાહેરાત કરી છે, જેથી તેઓ પોતોનો ધંધો આગળ વધારી શકે છે, પરંતુ આ જાહેરાત પછી આજે શહેરોમાં ફોર્મ લેવા લાગેલી લાંબી લાઇનો ચિંતાજનક છે. આજથી રાજ્યમાં કો-ઓપરેટિવ બેંકો સહિત 9000 જગ્યાઓએ આ આત્મનિર્ભર યોજનાના ફોર્મ વેચાવાના શરૂ થયા છે, અને મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થયા હતા અનેક જગ્યાએ લાંબી લાઇનો લાગી હતી. 

રાજકોટમાં આજે વહેલી સવારથી લોકો સહકારી બેંકો અને નક્કિ કરેલા સ્થળો પર ફોર્મ લેવા પહોંચી જતા અહી ભીડ જોવા મળી હતી, પારેવડી ચોક વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં હતા, લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતા, ઘણા લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા, જેનાથી કોરોના વાઇરસ ફેલાવવાનો ડર વધી ગયો છે. સરકારે એક રીતે બધાને મદદ કરવા લોન યોજનાની જાહેરાત કરી છે, પરંતુ સરકારે કોરોના વાઇરસની મહામારીની સ્થિતી થોડી સામાન્ય થયા પછી આ યોજનાના ફોર્મ વેચવાની જાહેરાત કરવી જોઇતી હતી. સૌથી મોટી સવાલ એ છે કે આવા ટોળાં ભેગા થયા પછી જો કોરોનાનું સંક્રમણ વધી ગયું તો તેના માટે જવાબદાર કોણ ?

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch