Thu,25 April 2024,2:11 am
Print
header

દેશમાં 24 કલાકમાં કોરોનાના 2.68 લાખ નવા કેસ, પોઝિટિવિટી રેટમાં થયો વધારો- Gujarat Post

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 2 લાખ 68 હજાર, 833 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 68 લાખ 50 હજાર 962 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે કુલ 402 લોકોના મોત થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 85 હજાર 752 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના કેસોમાં પણ 5.01 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે ઓમિક્રોનના 6,041 નવા કેસ નોંધાયા હતા.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, હાલમાં દેશભરમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા વધીને 14,17,820 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ ચેપના 3.85 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ ઘટીને 94.83 ટકા પર આવી ગયો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 1 લાખ 22 હજાર 684 દર્દીઓ સાજા થયા છે,જે નવા દર્દીઓની સંખ્યા કરતા ઓછા છે. અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 49 લાખ, 47 હજાર, 390 લોકોએ આ મહામારીને મ્હાત આપી છે.

દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે વધીને 16.66 ટકા થઈ ગયો છે, જે અગાઉ 14.7 ટકા હતો.સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હવે વધીને 12.84 ટકા થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 156.02 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch