Fri,29 May 2020,10:20 pm
Print
header

રાજ્યમાં કોરોનાનાં નવા 363 કેસ, 29 લોકોનાં મોત

મોતનો આંકડો 800 ઉપર પહોંચ્યો 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના વધુ 363 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થઇ ગયા છે, રાજ્યમાં કુલ 13273 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, તેમાંથી 5880 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને મોતનો કુલ આંકડો 802 પર પહોંચ્યો છે. 

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા કહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 275, સુરત 29, વડોદરા 21, સાબરકાંઠા 11, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથ 4, ગાંધીનગર 3, ખેડા 3, કચ્છ 3, જૂનાગઢ 3, મહેસાણા 2, આણંદ 2, રાજકોટ 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.

અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કેસ છે, 9724 દર્દીઓમાંથી 645 લોકોનાં મોત થઇ ગયા અને 3658 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં ખતરો વધી રહ્યો છે. લોકડાઉનમાં છૂટ બાદ નાગરિકો બહાર નીકળી રહ્યાં છે, ઘણી જગ્યાઓએ ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જે જોખમકાર છે. લોકોએ જાતે જ સાવચેતી રાખવી પડશે, નહીં તો કોરોનાનો ખતરો આગળ વધી શકે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->