Tue,17 June 2025,10:34 am
Print
header

ફરી કોરોનાનો ડર...બ્રિટનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઇ - Gujarat Post

  • Published By
  • 2025-05-21 20:33:35
  • /

લંડનઃ કોરોનાએ અનેક દેશોમાં ફરીથી તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં પણ કેસો વધી રહ્યા છે. કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-19થી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં જ લગભગ બમણી થઈ ગઈ છે.

બ્રિટન સરકારના તાજા આંકડા પ્રમાણે, એક સપ્તાહમાં 101 લોકોના કોવિડ-19થી મોત થયા છે. ડેથ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી હતી. જે ગત સપ્તાહ કરતાં 65 ટકા વધારે હતી. આ પહેલા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 111 લોકોનાં મોત થયા હતા. અચાનક કોરોના કેસ અને મૃત્યુમાં થઈ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી ગઈ છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ જેએન.1 આ પાછળ જવાબદાર છે. આ વેરિઅન્ટ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે અને મુખ્ય સ્ટ્રેન બની ગયો છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ અને હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા વધી છે.

માત્ર બ્રિટન જ નહીં એશિયાના અનેક દેશોમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. સિંગાપુરમાં કોરોનાના કેસો 11,100થી વધીને 14,200 પર પહોંચી ગયા છે. હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સરેરાશ સંખ્યા પણ 102થી વધીને 133 પર પહોંચી છે. થાઈલેન્ડમાં કોરોના કેસ 33,000ને પાર થઈ ગયા છે. સરકારે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch