Fri,29 May 2020,9:16 pm
Print
header

શું આ દાવો સાચો છે ? કોરોનાની રસીની શોધ કર્યાનો બાંગ્લાદેશનો દાવો

ઢાકાઃ દુનિયા આખી આજે કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેની રસીની શોધ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાઇ રહ્યો છે. જો કે હજુ સુધી તેમાં સફળતા મળી નથી, ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેઝાઇનશે (WHO) એ પણ સ્વીકાર્યું છે કે કોરોનાની રસી શોધવી થોડું મુશ્કેલ છે, અગાઉ આ સંસ્થાએ 8 દાવાઓ પર કામ કરી રહ્યાં હોવાની વાત કરી હતી, હવે બાંગ્લાદેશના ડોક્ટરોએ પણ કોરોનાની રસી શોધી કાઢી હોવાનો દાવો કર્યો છે, તેમને જંતુનાશક અને અન્ટિબાયોટિકના મિશ્રણથી કોરોના સામેનો એન્ડિડોઝ તૈયાર કરી લીધો હોવાનો દાવો કર્યો છે.
 
મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર મોહમ્મદ તારીક આલમે જણાવ્યું છે કે તેમને કોરોનાના 50 જેટલા દર્દીઓ પર આ દવાનો ઉપયોગ કર્યો છે. અને અત્યાર સુધી તેમને સારા પરિણામ પણ મળ્યાં છે.જો કે હજુ સુધી રસીની શોધની વાતને સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી, નોંધનિય છે કે બાંગ્લાદેશમાં કોરોનાના 27 હજાર દર્દીઓ છે અને 350 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->