Fri,19 April 2024,8:22 am
Print
header

AAP છોડનારા મહેશ સવાણીના મનામણા, કોર્પોરેટર બહેનોએ રડતા-રડતા પક્ષ ન છોડવા કરી વિનંતી - Gujarat post

મહેશ સવાણીને મનાવવા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની ઓફિસે પહોંચ્યા

કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા

સુરતઃ (Surat)ના ઉદ્યોગપતિ મહેશ સવાણી(Mahesh savani)એ આમ આદમી પાર્ટી(AAP) છોડી દીધી છે.મહેશ સવાણીને મનાવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની ઓફિસે પહોંચ્યા હતા.તેમને ફરી એક વખત તમામ બાબતોને બાજુ પર મૂકીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટે AAPના કાર્યકર્તાઓ મનાવી રહ્યાં છે. દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી. કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસ બહાર જ બેસી ગયા હતા.કોર્પોરેટર બહેનોએ રડતા-રડતા પક્ષ ન છોડવા વિનંતી કરી હતી.

વેસુ ખાતે આવેલી મહેશ સવાણીની ઓફિસની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બેસી ગયા હતા. જ્યાં સુધી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં ફરીથી જોડાવવાનો નિર્ણય ન કરે ત્યાં સુધી તેઓ ઓફિસની બહાર બેસી રહેવા માટેની જીદ પકડી છે. તેમની લાગણી છે કે તેઓ મહેશ સવાણીને અહીંથી મનાવીને જશે.ફરી એક વખત તેઓ પાર્ટી માટે સક્રિય થશે. AAPની મહિલા કાર્યકર્તાઓ અને જનની ધામની યુવતીઓ પણ મહેશ સવાણીની ઓફિસે તેમને મનાવવા માટે પહોંચી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમે રાજનીતિ કરવા માટે નહીં, પરંતુ સમાજ સેવા કરવા માટે અમારી સાથે જોડાઈ જાઓ.તમે અમારા પક્ષના વડીલ છો અને તેને કારણે તમારે અમને માર્ગદર્શન આપવું જ પડશે, તમે અમારી સાથે ફરીથી કામે લાગી જાઓ. મહેશ સવાણીની વેસુ ખાતેની ઓફિસ છે,જ્યાં કાર્યકર્તાઓ તેમને મનાવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે, કેટલા કાર્યકર્તાઓ તેમને પગે લાગીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહવાન કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch