Fri,19 April 2024,12:25 am
Print
header

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવ માટે તૈયાર કર્યો એક્શન પ્લાન, જાણો વધુ વિગતો

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઇ હતી. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને કૈ. કૈલાસનાથન હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોનાના બીજા વેવમાં ખુબ સંઘર્ષ કરવો પડ્યો છે. નિષ્ણાંતોની ધારણા છે કે ત્રીજો વેવ આવશે ત્રીજા વેવનો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઓક્સિજનથી માંડીને હોસ્પિટલ સુધીની ચિંતા રાજ્ય સરકારને છે. ત્રીજા વેવ સંદર્ભે એક્શન પ્લાન રાજ્ય સરકાર જાહેર કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજો વેવ ન આવે પણ આવે તો સરકાર તૈયાર છે. 

આરોગ્ય કમિશનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોરોનાના ત્રીજા વેવની સૂચના મળતા જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. તજજ્ઞાની ટીમ બનાવવામાં આવી છે. ત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવામાં આવશે.ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવવામાં આવશે. નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે. વેન્ટિલેટર, ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે. પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે. ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ આપશે. દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરવામાં આવશે. રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે. દરેક એમ્બ્યુલન્સ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે.આરોગ્ય કમિશનરે જણાવ્યું કે બેડની અવેલીબિટીની માહિત સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે. હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી, સૌથી વધુ કેસ આવ્યાં એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી, જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો. ICU માં 15000 બેડ હતા તેમાં વધારો કરવામાં આવ્યો છે. પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે.દરેક જિલ્લામાં નાના સેન્ટરોમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરવામાં આવશે. વેક્સીનેશનમાં ગુજરાત પ્રથમ નંબરે છે. ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે. સેકન્ડ વેવમાં 108 અને 104 ની સેવા મહત્વની રહી છે. 108 ઇમર્જન્સીની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ગુજરાતમાં દવાની કોઈ તકલીફ પડી ના હોય તેવું રાજ્ય છે. મ્યુકરમાઈકોસિસ માટે મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલ જણાવ્યું કે, પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે તેમાં જાણકાર તજજ્ઞોની મદદ દેવામાં આવી છે. ત્રીજો વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટે તૈયારીઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે. કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલા રાજ્ય છે. અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માચે તૈયારી કરતા હતા. દર્દીઓના સગાઓ ઓનલાઈન જોઈ શકશે કે પથારી ક્યાં ખાલી છે. દરેક દર્દીને ઘરની નજીકમાં પથારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. કેસ વધે તો પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં વધારો કરવામાં આવશે.ઓક્સિજનની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ બનાવવાનું શરૂ કરી દેવામા આવ્યું છે. ઓક્સિજનની અછત ન રહે તે માટે બે વેવના અનુભવને આધારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવી એમ્બ્યુલન્સ ખરીદવાની જવાબદારી 108 ને સોંપી દેવામાં આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch