Tue,23 April 2024,12:56 pm
Print
header

ભારતમાં જીવલેણ બની કોરોનાની બીજી લહેર, રોજના સરેરાશ 2000 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કોહરામ મચાવ્યો છે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ચાલુ વર્ષે 1 માર્ચથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી બે લાખ કરતાં વઘારે લોકોનાં મોત થયા છે. 2020માં મહામારી શરૂ થયા બાદ દર પાંચમાંથી ત્રણ લોકોનાં મોત કોરોના વાયરસના કારણે થયા છે ભારતમાં 1 માર્ચથી રોજના સરેરાશ બે હજાર લોકોના કોરનાથી મોત થયા છે.

વૈશ્વિક સ્તરે માત્ર બ્રાઝીલમાં 102 દિવસ દરમિયાન 2.25 લાખ મોત કોરોના વાયરસથી થયા છે અમેરિકામાં 1 માર્ચથી અત્યાર સુધીમાં 82,738 લોકોના મોત થયા છે, કુલ 6 લાખ 10 હજારથી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે જે વિશ્વમાં સૌથી વધારે છે. ભારતમાં છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોનાના કેસ ઘટી રહ્યાં છે પરંતુ મોતની સંખ્યામાં ખાસ ઘટાડો થઈ રહ્યો નથી. ગુરુવારે દેશમાં અત્યાર સુધીના સર્વોચ્ચ મોત નોંધાયા હતા.

ભારતના કુલ મામલાની વાત કરવામાં આવે તો બીજી લહેરમાં આશરે 62 ટકા કોરોના સંક્રમણ મામલા સામે આવ્યાં છે. દેશમાં 1 માર્ચ 2021થી અત્યાર સુધીમાં 1.8 કરોડ કેસ સામે આવ્યાં, જ્યારે પ્રથમ લહેરથી અત્યાર સુધીમાં 2.9 કરોડ કેસ નોંધાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch