Thu,18 April 2024,7:29 pm
Print
header

દેશમાંથી કોરોના જઇ રહ્યો હોવાના વહેમમાં ન રહેતા, મૃત્યુઆંક છે ડરામણો

નવી દિલ્હીઃ દેશમાં પાછલા થોડા દિવસોથી કોરોનાની ગતિ ધીમી પડી છે અને કોવિડ-19ના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પણ મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.જેને લઈ લોકોએ વ્હેમમાં રહેવાને બદલે વધારે સાવધાની રાખવાની જરૂર છે. લોકોએ એવું ન સમજવું જોઇએ કે હવે કોરોના જઇ રહ્યો છે અને કોઇ જ પ્રકારની બેદરકારી પણ રાખવી ન જોઇએ.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,59,591 કેસ નોંધાયા છે 4209 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 3,57,295 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કુલ કેસની સંખ્યા 2,60,31,991 પર પહોંચી છે. જેમાંથી 2,27,12,735 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે. કુલ મૃત્યુઆંક 2,91,331 પર પહોંચ્યો છે. 

હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 30,27,925 છે. દેશના કુલ આઠ રાજ્યોમાં એક લાખથી વધારે એક્ટિવ કેસ છે.જેમાં કર્ણાટકમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 19,18,79,503 લોકોને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.  મે મહિનામાં અત્યાર સુધીમાં જ 70 હજારથી વધુ લોકોના મોત થયા છે ચાલુ મહિને થયેલા મોતની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch