Sat,20 April 2024,10:01 pm
Print
header

ઇટાલીમાં 24 કલાકમાં વધુ 627 લોકોનાં મોત, પાકિસ્તાનમાં 500 લોકો કોરોનાની ઝપેટમાં

ઇટાલીઃ કોરોના વાઇરસ અત્યાર સુધીમાં દુનિયાના 180 દેશોમાં ફેલાઇ ગયો છે, દુનિયામાં 12 હજાર લોકોનાં મોત થયા છે, 3 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચીનમાં હવે નવા ઓછા કેસ સામે આવી રહ્યાં છે, પરંતુ ઇટાલીમાં મૃતકોની સંખ્યા વધી રહી છે, છેલ્લા 24 કલાકમાં ઇટાલીમાં 627 લોકોના મોત થઇ ગયા છે, તે સાથે જ મોતનો આંકડો 4000 થયો છે, સ્પેનમાં વધુ 220 લોકોના મોત સાથે અહી મોતનો આંકડો 1100 જેટલો થઇ ગયો છે.  

અમેરિકામાં પણ મોતનો આંકડો વધી ગયો છે, પાકિસ્તાનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 500ની આસપાસ થઇ ગઇ છે, ભારતમાં 236 જેટલા લોકોને ચેપ લાગ્યો છે. કેલિફોર્નિયા સહિત દુનિયાના અનેક શહેરો લોકડાઉન કરાયા છે, ખાસ કરીને ઇટાલી અને સ્પેનમાં ભયાનક સ્થિતિ ઉભી થઇ છે, લોકો અહી મરી રહ્યાં છે. ઇરાન, બ્રિટન, નેધરલેન્ડ, જર્મની અને ફ્રાન્સમાં પણ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયા આજે કોરોના લાઇરસ સામે લાચાર દેખાઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch