બેટવુમન શી ઝેંગ લી સેમ્પલ્સ લીધા બાદ ચામાચિડિયાને જંગલમાં મુક્ત કરી રહ્યાં છે તેની 2004ની તસવીર
સત્યજીત પટેલ, અમદાવાદ
બેઇજિંગથી વુહાન પરત આવી રહેલાં એ મહિલા હતાં શી ઝેંગ લી. તે હિંમતવાન મહિલા વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં રિસર્ચર અને નિષ્ણાત વાયરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. આખા ચીનમાં તેઓ બેટવુમન તરીકે જાણીતાં છે. બેટ એટલે ચામાચિડિયું. તેમને બેટવુમનનું ઉપનામ એટલા માટે મળ્યું છે કેમ કે પાછલાં 16 વર્ષોથી તેઓ ચીનમાં ચામાચિડિયાંજન્ય વાઇરસનાં ખોજ અભિયાનમાં પ્રમુખ ભૂમિકા અદા કરી રહ્યા છે. ચામાંચિડિયાંની લાળ અનેક જીવલેણ વાઇરસનું ઘર હોય છે. તેમના મારફતે માણસોમાં પ્રવેશતાં આવા વિવિધ ખતરનાક વાઇરસને ઓળખી કાઢીને તેના રિસર્ચનું ખૂબ જ અસાધારણ કામ જીવના જોખમે કરી રહ્યાં છે. વુહાનમાંથી ફેલાયેલા નોવેલ કોરોના વાઇરસને સૌપ્રથમ આઇડેન્ટિફાઇ કરનારા શી ઝેંગ લી જ હતાં.
ગત વર્ષ 2019ના ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં કોરોના વાઇરસે જ્યારે સૌથી પહેલાં દેખા દીધી હતી ત્યારે શરૂઆતમાં તેના વિશે આખી દુનિયા અજાણ હતી. 30મી ડિસેમ્બર 2019ના દિવસે ચીનના એક કરોડથી વધુની વસ્તી ધરાવતા વુહાન શહેરમાં સ્થિત વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની લેબમાં કોઇ અજ્ઞાત વાઇરસના સંક્રમણથી પીડીત દર્દીના નમૂના(સેમ્પલ) તપાસાર્થે આવ્યા હતા. આ સમયે ઇન્સ્ટિટ્યૂટનાં વરિષ્ઠ વાઇરોલોજીસ્ટ શી ઝેંગ લી રાજધાની બેઇજિંગમાં એક કોન્ફરન્સમાં હાજર હતાં. આ જ સમયે વુહાન શહેરની હોસ્પિટલો અચાનક દર્દીઓથી ઉભરાવા લાગી હતી. બધાં જ દર્દીઓ ન્યૂમોનિયા અને શ્વાસોશ્વાસને લગતી ફરિયાદો સાથે દાખલ થયા હતા. ડોક્ટરો માટે આ નવો વાઇરસ અજાણ્યો હતો. અન્ય ફ્લુની દવા દર્દીઓ ઉપર અસર કરી રહી ન હતી. દાખલ થયેલા દર્દીઓ શ્વાસ લઇ શક્તા ન હતા અને થોડા જ સમયમાં મોતને ભેટતા હતા. આથી વુહાન સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગે શહેરની બે હોસ્પિટલોમાં દાખલ થયેલા ન્યૂમોનિયાના દર્દીઓનાં મેળવેલા નમૂના વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીને મોકલી આપ્યાં હતાં. ચીનની આ સંસ્થા વાઇરોલોજીમાં સંશોધન ક્ષેત્રે કામ કરતી એક જાણીતી સંસ્થા છે. વુહાનનો આરોગ્ય વિભાગ એ નમૂનાઓની ખરાઇ આ સંસ્થાના વિખ્યાત વાઇરોલોજીસ્ટ શી ઝેંગ લી મારફતે કરાવવા માગતો હતો. શું આ એ જ ડેડલી કોરોના વાઇરસ હતો, જેની શોધ શી ઝેંગ લીએ તેમના વરસોના લાંબા રિસર્ચ બાદ કરી હતી?
રાજધાની બેઇજિંગથી તાબડતોબ વુહાન પરત ફરેલાં શી ઝેંગ લીએ તે વાઇરસને ઓળખી લીધો હતો. આ એ જ નોવેલ કોરોના વાઇરસ હતો. એકવાર શી ઝેંગનું કન્ફર્મેશન મળ્યા બાદ ચીનનો આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામે લાગી ગયો હતો.
કોરોના વાઇરસનો ચેપ ફેલાતા વુહાનની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી હતી
આજે આખી દુનિયા કોરોના વાઇરસના આતંકથી ભયભીત બની છે. પરંતુ પોતાના જીવનાં જોખમે આ જક્કી વાઇરસની વરસોનાં રિસર્ચ બાદ શોધ કરનારા ચીનનાં શી ઝેંગ લીના નામ અને તેમણે કરેલી વિશિષ્ટ કામગીરીથી દુનિયા અજાણ છે. એકવાર દુશ્મનની ઓળખ થાય ત્યાર બાદ તેને ઠેકાણે કેવી રીતે પાડવો તેના ઉપાયો શોધી શકાય. પરંતુ જો દુશ્મન કોણ છે તેની ખબર જ ન હોય તો ?
દુનિયાભરના વૈજ્ઞાનિકો અને મેડિકલ રિસર્સ સાથે સંકળાયેલી કંપનીઓ કોરોના વાઇરસનો ઇલાજ (રસી) શોધવામાં વ્યસ્ત છે અને આગામી સમયમાં તેનો ઇલાજ પણ શોધાઇ જશે અને કોરોના ઉપર કાબૂ પણ મેળવી લેવાશે તે પણ નક્કી છે. પરંતુ દુનિયાને નોવેલ કોરોના વાઇરસનો પરિચય કરાવનારાં ચીનનાં બેટવુમન શી ઝેંગ લીની આખી સફર ખૂબ જ કઠિન રહી છે. કોરોના વાઇરસની શોધ પાછળ તેમણે અને તેમની ટીમે વર્ષો સુધી આકરી મહેનત કરી છે. કોરોના વાઇરસનાં આશ્રયસ્થાન એવાં ચામાંચીડિયાઓની શોધ પાછળ ચીનના પહાડી અને દૂર્ગમ, જંગલ વિસ્તારોમાં આવેલી સેંકડો ગુફાઓ, કે જે ચામાચિડિયાંઓનું કુદરતી નિવાસસ્થાન હોય છે, તેને તેઓ ખૂંદી વળ્યાં છે. કોરોના વાઇરસની શોધ પાછળ તેમણે ભારે સંઘર્ષ કર્યો છે.
ગુઆંગઝી પ્રાંતમાં નાનીંગ શહેર નજીક આવેલી યીલીંગના નામે જાણીતી ગુફા કે જે વિવિધ પ્રજાતિનાં ચામાચિડિયાંનુ કુદરતી નિવાસસ્થાન છે
કોરોના વાઇરસનું ખોજ અભિયાન
ચીનના હેનાન પ્રાંતમાં ક્ષિઝીયા ગામમાં 1964માં જન્મેલાં શી ઝેંગ લીએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ ફ્રાન્સની મોન્ટપેલિયર યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. 2002માં ચીનમાં સાર્સનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી જ તેમણે દુનિયાને અવારનવાર આતંકિત કરતા ડેડલી વાઇરસની શોધ પાછળ પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. વર્ષ 2004માં વાઇરસના ખોજ અભિયાન સાથે સંકળાયેલી એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટીમ સાથે શી ઝેંગ લી જોડાયા હતાં. અહીંથી જ તેમની આ વિશિષ્ટ અને કંઇક અંશે વિચિત્ર લાગતી કામગીરીની શરૂઆત થઇ હતી. અભિયાનના પ્રથમ દિવસે ટીમ ચીનના ગુઆંગઝી પ્રાંતની રાજધાની નાનીંગ પાસેના જંગલોમાં આવેલી યીલીંગની ગુફાઓમાં પહોંચી. મોટા મોટા ચૂના પત્થરની બનેલી આ ગુફાઓ હજારો ચામાંચિડિયાઓની કોલોનીઝ હતી. તે ચામાચિડિયાઓમાંથી સેમ્પલ્સ એકત્ર કરવાનાં હતાં. શી ઝેંગ લી માટે આ તદ્ન નવો અનુભવ હતો. ગુફાઓની અંદર ઉપરના ભાગેથી નીચેની તરફ લટકતા સ્તંભ આકારના તીક્ષ્ણ, અણીદાર દૂધિયા સફેદ રંગના ચૂના પત્થરોનો નજારો તેમણે જીવનમાં પ્રથમવાર જ નિહાળ્યો હતો. શહેરથી દૂર-દૂર આવેલા જંગલોમાં ફેલાયેલા પહાડોમાં બનેલી આ ગુફાઓનાં અંદરનાં દૃશ્યો કોઇ અલગ જ દુનિયાનો અહેસાસ કરાવતાં હતાં.
પરંતુ રાત પડતાં જ આખો માહોલ બદલાઇ ગયો. હજારો કાળા ઓળાં ગુફાઓમાંથી આકાશ તરફ ઉડવા લાગ્યાં હતાં…
ચીનના નાનીંગ શહેર પાસે આવેલી યીલીંગ ગુફાનું પ્રવેશદ્વાર છે. અહીં પર્યટકોને બોલાવી ચીન આખી દુનિયાના માથે સંકટ ઉભુ કરી રહ્યું છે.
(ક્રમશઃ)
સ્પેશિયલ સિરિઝ ભાગ-1 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-Series-china-woohan-city-world-all-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-3 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/virus-corona-china-forest-bats-animals-gujaratpost-samachar
સ્પેશિયલ સિરિઝ ભાગ-4 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/Corona-Virus-cave-bats-covid-19-laboratory-international-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-5 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
સ્પેશિયલ સિરિઝ ભાગ-6 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/Corona-Virus-Special-part-6-covid-19-pig-america-china-news
સ્પેશિયલ સિરિઝ ભાગ-7 વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/covid-19-virus-special-part-7-world-5-thousand-virus-news
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44