Thu,25 April 2024,1:24 pm
Print
header

WHO એ ચીનની કોરોના વેક્સીન સિનોફાર્મને ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી

(ફાઈલ તસવીર)

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના અનેક દેશો કોરોના મહામારીના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યાં છે. આ મહામારી સામે લડવા તમામ પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યાં છે.જોર શોરથી રસીકરણ અભિયાન પણ આગળ વધી રહ્યું છે.આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુ એક કોરોના રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, ચીનની દવા નિર્માતા કંપનીઓ સિનોફાર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ સાથે જે દેશોમાં વેક્સીનેશનની તાત્કાલિક જરૂરિયાત હોય ત્યાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ અંતર્ગત કરોડો રસીના ડોઝ મળવાનો માર્ગ મોકળો થયો છે.

ડબલ્યુએચઓના ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના આ નિર્ણય બાદ ચીન નિર્મિત સિનોફાર્મ વેક્સીનને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ કાર્યક્રમમાં આગામી સપ્તાહે કે મહિને સામેલ કરવામાં આવશે. ઉપરાંત યુનિસેફ, અમેરિકા સ્થિત ડબલ્યુએચઓના પ્રાદેશિક કાર્યાલયથી તેનું વિતરણ કરાશે. ભારતમાં 1 મે થી 18 થી 44 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ થયું છે. જો કે રસીના અભાવે દેશમાં ઘણી જગ્યાએ રસીકરણના કેન્દ્રો ઘટાડી દેવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch