Fri,26 April 2024,3:36 am
Print
header

કોરોના રસીના બે ડોઝ વચ્ચે વધુ સમયનું બ્રિટનમાં મળ્યું સારું પરિણામ, ભારત સરકારે પણ વધાર્યો સમયગાળો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી સામે 17 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન ચાલુ છે. શરૂઆતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. જે બાદ 4 થી 6 સપ્તાહનો ગાળો કરાયો. બધુ જ યોગ્ય રીતે ચાલતું હતું ત્યારે આ સમયગાળો વધારીને 12 થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યો. જેને લઈ વિપક્ષે સવાલ ઉઠાવીને મોદી સરકાર પર પ્રહાર કર્યાં હતા. આ કારણે હવે વેક્સીનેશન પર બનેલા ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપે સ્પષ્ટતા આપી છે.

ડો.એનકે અરોરાએ કહ્યું કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 4-6 સપ્તાહ વધારીને 12-16 સપ્તાહ કરવાનો નિર્ણય એડિનોવેક્ટર રસીના વ્યવહાર સાથે સંબંધ છે. એપ્રિલ 2021ના અંતિમ સપ્તાહમાં લંડનના સ્વાસ્થ્ય વિભાગના કાર્યકારી એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ખબર પડે છે કે 12 સપ્તાહના ગાળામાં વેક્સીનના પ્રભાવિતા 65 ટકાથી 88 ટકા વચ્ચે છે.

ભારત સરકાર મુજબ રસીના બે ડોઝ વચ્ચેનો ગાળો વધારીને બ્રિટને આલ્ફા વેરિયન્ટ પર કાબુ મેળવી લીધો હતો.તેથી ભારતના વૈજ્ઞાનિકો અને સરકારે વિચાર્યું કે આ સારો આઈડિયા છે જે બાદ 13 મેના રોજ આદેશ જાહેર કર્યો અને સમયગાળો 12થી 16 સપ્તાહ કરવાનો નિર્ણય લીધો. જે લોકોને સુગમતા આપે છે, કારણ કે દરેક ઠીક થયેલો વ્યક્તિ 12 સપ્તાહ થતાં બીજો ડોઝ લેવા ન આવી શકે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch