Fri,19 April 2024,8:29 am
Print
header

Vaccine નો પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોના થાય તો આ વાતનું ખાસ રાખજો ધ્યાન

કોવિડ-19ને રોકવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી સામૂહિક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ રસી લગાવ્યાં પછી પણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે અમે તમને બતાવીએ કે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોરોના સંક્રમણ થાય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.  

પ્રથમ તો રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોવિડ પ્રોટોકોલનું પાલન જરૂરથી કરો. એટલે કે થોડાક દિવસ સુધી આલ્કોહોલ અને બીડી-સિગારેટ વગેરેનું સેવન ન કરવું. સ્ટીરોઈડ કે પ્લાઝમા લેવા પર 90 દિવસ પછી વેક્સિન લેવાની સલાહ એટલા માટે આપવામાં આવી છે. કેમ કે તેનાથી શરીરમાં જે એન્ટીબોડી બનાવે છે, તે પોતાનું કામ કરી શકે.

ડોક્ટરોનું કહેવું છે કે પહેલો ડોઝ લીધા પછી કોરોના સંક્રમણમાં સ્થિતિ ગંભીર થાય છે. અને દર્દીને સ્ટીરોઈડ આપવું પડે છે કે પછી પ્લાઝમા ચઢાવવું પડે છે. આવી સ્થિતિમાં બીજા ડોઝ માટે 90 દિવસ રોકાઈ જવું જોઈએ.

ડોક્ટરની સલાહ મુજબ જો સંક્રમિત થયા પહેલાં હળવા લક્ષણ આવ્યાં હોય અને ઘર પર રહીને સામાન્ય દવાઓ લેવામાં આવી તો 15 દિવસનું હોમ આઈસોલેશન પૂરું થવા પર બીજો ડોઝ લગાવી શકાય છે. રસીનો બીજો ડોઝ લગાવતાં પહેલાં એ પણ જોવું જરૂરી છે કે તમને કોરોના વાયરસથી સંક્રમિત થવા પર હળવા લક્ષણ આવ્યાં હતા કે પછી સ્થિતિ ગંભીર હતી.

સરકાર વેક્સીનના બે ડોઝ લેવાની વચ્ચેનો સમય વધારવા પર વિચાર કરી રહી છે. તેના પર કમિટી આગામી અઠવાડિયા સુધી નિર્ણય લઈ શકે છે. જ્યારે બે ડોઝની વચ્ચે કોરોના સંક્રમિત થવા પર નેગેટિવ રિપોર્ટ આવવાના 15 દિવસ પછી જ વેક્સીનનો બીજો ડોઝ લગાવવો જોઇએ, જો કે આ તમામ મામલે તમારે ડોક્ટરની સલાહ પછી જ કોઇ નિર્ણય કરવો જોઇએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch