Fri,26 April 2024,3:45 am
Print
header

ભારતમાં સ્તનપાન કરાવતી માતાઓને વેક્સીન લેવાની કોણે આપી સલાહ ? શું છે કારણ

(પ્રતીકાત્મક તસવીર)

નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોને જન્મ આપી ચુકેલી મહિલાઓ પર વધારે અસર કરે છે ગંભીર લક્ષણવાળા કેસ અને મૃત્યુદર પણ પ્રથમ લહેરની સરખામણીમાં વધારે છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે રિપોર્ટમાં ગર્ભવતી અને બાળકોને જન્મ આપી ચુકેલી મહિલાના મામલાની પ્રથમ અને બીજી લહેરનો અભ્યાસ કરાયો હતો.

અભ્યાસ મુજબ બીજી લહેરવાળા મામલા આ વખતે વધારે હતા. પ્રથમ લહેરમાં 14.2 ટકાની સામે બીજી લહેરમાં તે બે ગણા વધીને 28.7 ટકા થઈ ગયા હતા. બીજી લહેરમાં કુલ મૃત્યુદર 5.7 ટકા હતો, જ્યારે પ્રથમ લહેરમાં તે માત્ર 0.7 ટકા હતો. આ અભ્યાસમાં કુલ 1530 ગર્ભવતી અને બાળકોને જન્મ આપનારી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. જેમાં 1143 પ્રથમ લહેર ને 387 બીજી લહેરમાં સામેલ હતી. પ્રથમ અને બીજી લહેરમાં મળીને કુલ મૃત્યુ દર બે ટકા હતો. જેમાંથી મોટાભાગના કોવિડ ન્યૂમોનિયા અને શ્વાસ લેવામાં મુશ્કેલીના કેસ હતા. ભારતમાં સ્તનપાન કરાવતી મહિલાઓને વેક્સીન લેવાાની ખાસ સલાહ આપવામાં આવી છે.જો કે હજુ સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી આ મુદ્દે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનિજેશનમાં મંથન ચાલી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch