Fri,18 June 2021,2:10 am
Print
header

પરિવારમાં કોઈને કોરોના થયો હોય અને ઘરે કોરન્ટાઇન થયા હોય તો ડર રાખશો નહીં, આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન

આખા દેશમાં કોરોના વાયરસની મહામારીથી લોકો ઝઝૂમી રહ્યાં છે રોજે બરોજ મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યાં છે. દર્દીઓની વધતી સંખ્યાને કારણે દેશભરની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઇ છે. દર્દીઓ અને હોસ્પિટલોની સ્થિતિ જોઈને સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે કે સામાન્ય લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ કોરોન્ટાઇન રહીને પોતાની સારવાર ઘરે જ કરાવે. એવામાં જો તમારા પરિવારમાં કોઈપણ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તો ડરવાની જરૂર નથી. તમે એ વાતના પ્રયાસો કરો કે સંક્રમિત દર્દીનો યોગ્ય સારવાર થાય અને સારવાર કરનાર પણ પોતાની દેખભાળ યોગ્ય રીતે કરે. 

જો તમારું ઘર નાનું હોય અને તમે દર્દીને એકલા આઇસોલેશનમાં નથી રાખી શકતા તો ડરવાની જરૂર નથી. કેટલીક વાતોનું ધ્યાન રાખીને તમે સંક્રમણથી બચી શકો છો. સૌથી પહેલા તમે નિશ્ચિત કરી લો કે તમે દર્દીથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખશો. ઘરની તમામ બારી બારણાં હંમેશા ખુલ્લા રાખો દરેક સમયે ડબલ માસ્ક લગાવો અને હાથોમાં મોજા પહેરો. થોડી થોડી વારે હાથને સાબુથી ધોવાનું રાખો અથવા હાથ સેનિટાઇઝ કરતા રહો. આમ કરવાથી દર્દીથી થતા સંક્રમણથી પણ બચી શકાય.

અનેક ઘરો એવા છે કે એક જ બાથરૂમની વ્યવસ્થા હોય છે. જો તમારા ઘરમાં પણ એક જ બાથરૂમ હોય અને કોરોના દર્દીએ પણ એજ બાથરૂપ ઉપયોગ કરવાનો હોય તો પ્રયાસ કરો તો દર્દીના બાથરૂમ ઉપયોગ કર્યાં બાદ તમામ વસ્તુઓને સૅનેટાઇઝ કરો. ડોલ વગેરેમાં પાણી હોય તો તે ધોળી દો. બાથરૂમમાં ઓછામાં ઓછી વસ્તુઓ રાખો. પ્રયાસ કરો કે દર્દીના ગયા પહેલા તમે તમારું દૈનિક કામ પૂરું કરી દો. જયારે પણ જવાની જરૂરિયાત હોય તો ફરીથી બાથરૂમ સૅનેટાઇઝ કરો અને ત્યારબાદ જ ઉપયોગ કરો.

જે રૂમમાં દર્દી હોય તે રૂમને થોડા થોડા સમયે સૅનેટાઇઝ કરતા રહો. એટલું જ નહીં, દિવસમાં ત્રણથી ચાર વખત સૅનેટાઇઝ કરવું વધુ યોગ્ય રહેશે. હાથના મોજા પહેરીને જ સૅનેટાઇઝ કરવાનું રાખો અને સફાઈ બાદ 30 સેકન્ડ સુધી સાબુથી વ્યવસ્થિત રીતે હાથ ધુઓ.

દર્દીની ઇમ્યુનીટીનું ખાસ ધ્યાન રાખવાની સાથે સાથે ઘરના અન્ય સભ્યોની ઇમ્યુનીટી વધારવી જરૂરી છે.તમે ડોક્ટરની સલાહ સાથે નાશ, ઉકાળો, હળદર વાળું દૂધ અને જરૂરી દવાઓનું સેવન કરતા રહો. ભોજનમાં ફળ, શાકભાજી અને દૂધ વગેરે જરૂર સામેલ કરો. કોરોનાથી સંક્રમિત દર્દીના વાસણો અલગ રાખો અને તેને અલગ જ ધોવાનું રાખો. ધોતા પહેલા થોડો સમય આ વાસણોને થોડો સમય ગરમ પાણીમાં મૂકી રાખો અને ત્યારબાદ જ સાફ કરો. આમ કરવાથી સંક્રમણની સંભાવના ઓછી રહે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલ જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. તેનો પ્રયોગ કરતા પહેલા સંબંધિત જાણકાર ડોક્ટરનો નો સંપર્ક કરો. gujaratpost.in તેની પુષ્ટિ કરતુ નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->