Fri,26 April 2024,1:14 am
Print
header

અમેરિકાએ આપ્યો ભારતને ઝટકો, રસીના કાચા માલ પર લગાવી દીધો પ્રતિબંધ

વોશિંગ્ટનઃ ભારતમાં કોરનાના વધી રહેલા કહેરને લઈને અનેક દેશોએ તેમને ત્યાં આવતા કે જતાં પ્રવાસીઓ પર રોક લગાવી દીધી છે. આ બધાની વચ્ચે વિશ્વના સૌથી પ્રભાવિત દેશ અમેરિકાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. જગત જમાદાર અમેરિકાએ ભારતને કરોના રસીનો કાચોમાલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાનું કહેવું છે કે, તેની પ્રથમ જવાબદારી અમેરિકાના લોકોની જરૂરિયાતને જોવાની છે અને અહીંયા પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યાં છે.

વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસને જ્યારે પૂછવામાં આવ્યું કે બાઈડેન પ્રશાસન કોરોના રસીના કાચા માલની નિકાસના પર પ્રતિબંધ ઉઠાવવાના ભારતના આગ્રહ પર ક્યારે નિર્ણય કરશે ? તેના જવાબમાં કહ્યું કે, અમેરિકા માટે અહીંના લોકોની રસીકરણની પ્રાથમિકતા છે આ રસીકરણ પ્રભાવી અને અત્યાર સુધી સફળ રહ્યું છે.અમેરિકાના આ નિર્ણયથી ભારતમાં રસીનું ઉત્પાદન ધીમું પડી શકે છે.

પ્રવક્તાએ કહ્યું આ અભિયાન ખૂબજ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અમેરિકાના લોકોપ્રત્યે અમારી વિશેષ જવાબદારી છે. કોઈ પણ અન્ય દેશની તુલનામાં અમેરિકાના લોકોને આ બીમારીનો સૌથી વધારે માર પડ્યો છે. આ માત્ર અમેરિકામાં હિતમાં જ નથી પરંતુ આ વિશ્વના અન્ય દેશોના હિતમાં છે કે અમેરિકાના તમામ લોકોને રસી લાગવી જોઇએ, પ્રવક્તાએ કહ્યું કે જ્યાં સુધી અન્ય દેશોની વાત છે અમે પહેલા અમારા નાગરિકોને સુરક્ષિત કરીશું પછી અન્ય દેશોને માલ આપવા પર વિચાર કરીશું. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch