અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને ગંભીર કિસ્સાઓમાં વેન્ટીલેટર અને ઓક્સિજનના અભાવે દર્દીઓના મરણનો આંક પણ સતત ઉપર જઇ રહ્યો છે. ત્યારે આજે ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ કોરોનાની ગંભીર અસર ધરાવતા દર્દીની સારવાર માટે ઓક્સિજનનો ઉપયોગ સૌથી વધારે થઇ રહ્યો છે. સાથે વેન્ટીલેટરની ડિમાન્ડ પણ રહે છે. પરંતુ કોરોનાના વધી રહેલા કેસની સામે ઓક્સિજનનો જથ્થો ઓછો પડી રહ્યો છે. જેને કારણે દર્દીને સમયસર સારવાર આપી શકાતી નથી.એટલું જ નહીં તેને કારણે કેટલીક હોસ્પિટલોમાં સારવાર બંધ કરવાનો વારો આવ્યો છે. આવા સમયે હાલ રાજ્યમાં કુલ ઉત્પાદનના 70 ટકા નહીં પણ 100 ટકા ઓક્સિજન સારવાર માટે ફાળવવામાં આવે તે જરૂરી છે. કારણ કે હજુ આગામી દિવસોમાં કોરોનાના કેસ સતત વધવાની શક્યતા છે.
થોડા દિવસ પહેલા સીફા હોસ્પિટલના એક તબીબે ઓક્સિજન ન મળતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને સરકારને રજૂઆત કરી હતી. આવા તો અનેક કિસ્સા બની રહ્યાં છે ત્યારે ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. આ મામલે સરકારે તાત્કાલિક કોઇ નિર્ણય કરવો જોઇએ
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29