Thu,25 April 2024,3:37 pm
Print
header

ગુજરાતના દારૂના શોખીનો માટે માઠા સમાચાર, રાજસ્થાનમાં પ્રવેશતા કોરોનાનો નેગેટિવ ટેસ્ટ આપવો ફરજિયાત

જયપુર: ગુજરાતના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત કર્યો છે. રાજસ્થાન સરકારે હવેથી પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતથી રાજસ્થાનમાં આવતા લોકો માટે કોરોના રિર્પોટ લાવવા જણાવ્યું છે. જેને લઈને ગુજરાતથી રાજસ્થાનમાં દારૂ પીવા જતા લોકોને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા રાજસ્થાનમાં કેરળ અને મહારાષ્ટ્ર માંથી આવતા લોકોએ કોરોના રિપોર્ટ લાવવો ફરજિયાત હતો.

રાજસ્થાન સરકારે ફરી એક વખત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ આ નિર્ણય કર્યો છે. પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતથી રાજસ્થાનમાં આવતા લોકોએ 72 કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ આપવો ફરજિયાત કરવામાં આવ્યો છે. દેશભરમાં ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. જેને કારણે કેટલાક રાજ્યોએ બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે પોતાની સાથે કોરોના રિપોર્ટ લઈને આવવા નિર્દેશ આપ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, દેશમા છેલ્લા 24 કલાકમાં 18,237 નવા કેસ નોંધાયા છે. વધુ 108 લોકોના મોત થયા હતા 14,234 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા.સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,11,92,088 પર પહોંચી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch