Thu,25 April 2024,4:40 pm
Print
header

તારક મહેતા સીરિયલનું શૂટિંગ થશે શરૂ, કોરોનાથી વર્કરનું મોત થશે તો જાણો કેટલા લાખ રૂપિયા વળતર મળશે

મુંબઇઃ તારક મહેતા સીરિયલના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે, ટૂક સમયમાં આ સીરિયલનું શૂટિંગ શરૂ થશે, નવા નિયમાનુસાર તમારા ફેવરિટ શોનું શૂટિંગ જૂનના અંત સુધી શરૂ થઈ જશે, તેની સાથે જ એકતા કપૂરની સીરિયલ, સોની ટીવીના રિયાલિટી શો, કેબીસી, ભાભીજી ઘર પર હૈ, ટૂંક જ સમયમાં લિમિટેડ ક્રૂની સાથે શૂટિંગ શરૂ કરશે. દર્શકોને તેમના ફેવરિટ શોના નવા એપિસોડ્સ જોવા મળશે,

કોરોના વાયરસ સાથે લાંબા સમય સુધી રહેવું પડશે, અને કામ તો શરૂ કરવું જ પડશે, જેથી બધાંને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે કે સેનિટાઈઝર સાથે રાખવું, માસ્ક કેવી રીતે પહેરવું, તેની સાથે જ સેટ પર એક ઈન્સપેક્ટર ઈન્સ્પેક્શન કરશે, જ્યાં સુધી વર્કર્સને તેની આદત ન પડે ત્યાં સુધી ત્યાં ઈન્સ્પેક્ટર રાખવામાં આવશે, એક એમ્બ્યુલન્સ સેટ પર રાખવામાં આવશે, જેથી ઈમરજન્સી માટે કામ લાગી શકે. આ 3 મહિના ટ્રેનિંગ પીરિયડ હશે.

જો કોરોના વાયરસથી કોઈ વર્કરનું મોત થશે તો ચેનલ અને પ્રોડ્યૂસર્સ તે વર્કરના પરિવારને 50 લાખ રૂપિયા વળતર અને તેનો મેડિકલ ખર્ચ ઉપાડશે. એક્સીડેન્ટલ ડેથ પર રૂ.40 લાખ પ્રોડ્યૂસર્સ આપે જ છે પણ કોવિડ માટે 50 લાખ રૂપિયા તેમના પરિવારને મળશે. 

પરિસ્થિતિને  ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 50 ટકા યૂનિટ સાથે સેટ પર કામ કરવું પડશે, 50 ટકા યૂનિટ શિફ્ટ્સમાં કામ કરે તે વાતનું ધ્યાન પ્રોડ્યૂસર્સને રાખવું પડશે, હાલ 3 મહિના માટે 50 વર્ષની ઉપરની ઉંમરના લોકોને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે આ લોકોને કોવિડનો ખતરો વધુ છે, ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવાને લઈને નવા નિયમોને આધીન પ્રોડ્યૂસર બોડી, ચેનલ અને બધાંની સાથે વર્ચ્યુઅલ મીટિંગ થશે. સલામતી સાથે આ સીરિયલનું શૂટિંગ શરૂ થવા જઇ રહ્યું છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar