Fri,19 April 2024,9:22 am
Print
header

ગરીબોને મફતમાં અનાજ આપવાની મુખ્યમંત્રીની જાહેરાત, પૈસાની મદદ કરવા માંગો છો તો આ રહી બેંકની માહિતી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઇરસના 38 પોઝિટિવ કેસ નોંધાયા છે, અનેક લોકોના રિપોર્ટ આવવાના બાકી છે, આ સ્થિતીમાં રાજ્યમાં આગામી 21 દિવસ સુધી લોકડાઉન પણ છે, જેથી નોકરી, ધંધા અને રોજગાર પર તેની મોટી અસર થઇ છે, ખાસ કરીને જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા, તેમના માટે મોટી મુશ્કેલી ઉભી થઇ છે, રોજગારી ન મળતા તેઓ પોતાનું ઘર કંઇ રીતે ચલાવશે તે મોટો સવાલ છે. જેથી રૂપાણી સરકારે ગરીબોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે, 1 એપ્રિલથી એક મહિના માટે રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા લોકોને મફતમાં અનાજ અપાશે. જેનો 60 લાખ કુટુંબો અને 3.25 કરોડ લોકોને ફાયદો થશે, રેશનકાર્ડ મારફતે ગરીબોને મફતમાં ઘઉં, ચોખા, તુવેર દાળ અને ખાંડ આપવામાં આવશે.

ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા રાજ્યની વિજય રૂપાણી સરકારે કોરોનાની સ્થિતીમાં મુખ્યમંત્રી રાહત ફંડની પણ શરૂઆત કરી છે, કોરોના સામેની લડતમાં લોકોને ભાગીદાર થવા જણાવ્યું છે, અનેક સંસ્થાઓ-કંપનીઓ સરકારને રાહત ફંડ આપવા આગળ આવી છે. સરકાર દ્વારા તમને પણ અપીલ કરવામાં આવી રહી છે કે જો તમે સ્વૈચ્છીક રીતે મદદ કરવા માંગો છો તો સરકારે આપેલા બેંક ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ઉપરાંત ચેકથી પણ જે તે જિલ્લા કલેક્ટર રાહત ફંડની રકમ લઇ શકશે.

જો તમે સ્વૈચ્છીક ફંડ આપવા માંગો છો તો આ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો 
 
A/C NAME - CHIEF MINISTER'S RELIEF FUND

A/C NO- 10354901554 (SAVINGS ACCOUNT)

SBI, NSC BRANCH (08434)

IFSC- SBIN0008434

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch